કેમ ચાલ્યો હશે નિષ્ઠુર મા-બાપનો જીવ! અધૂરા મહિને જન્મેલા બાળકને નોંધારું મૂકીને માતાપિતા ફરાર
સુરતની નવી સિવિલમાં બાળકને તરછોડી માતા-પિતા થયા ફરાર થઈ જતાં ચારેબાજુ ફીટકાર વરસી રહ્યો છે. આ ઘટનામાં માહિતી મળી છે કે નવી સિવિલમાં સારવાર લઈ રહેલા બાળકને વાલીએ ત્યજ્યું છે. ખટોદરા પોલીસ સીસીટીવીના આધારે બાળકના માતા-પિતાને શોધી રહી છે. પોલીસ તપાસમાં મહારાષ્ટ્રના નંદુરબારનું યુગલ હોવાનું સામે આવ્યું છે.
ઝી બ્યુરો/સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરીવાર બાળક તરછોડવાની ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ફરી નવજાત બાળકીને તરછોડીને માતા-પિતા ફરાર થઇ ગયા હતા. સારવાર લઈ રહેલા બાળકને વાલીએ ત્યજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ સીસીટીવીના આધારે બાળકના માતા-પિતાને શોધી રહી છે. બીજી બાજુ ઘટનાને પગલે હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તબીબોએ ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે માતાની શોધખોળ હાથ ધરી છે.
નડતા નેતાઓને કેરમની કુકડીની જેમ કિનારે કરશે ભાજપ! ગુજરાતમાં ઘણા મોટા 'ભા' બનશે
2 મહિનાના બાળકને ત્યજીને નિષ્ઠુર માતાપિતા ફરાર
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતમાં માત્ર 2 મહિનાના બાળકને ત્યજીને નિષ્ઠુર માતાપિતા ફરાર થઈ ગયાં હોવાની એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના NICUમાં બાળક સારવારમાં હતું ત્યારે તેને નોંધારું મૂકીને તેનાં માતાપિતા ફરાર થઈ ગયાં છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલનો આ બનાવ છે. પોલીસ તપાસમાં મહારાષ્ટ્રના નંદુરબારનું યુગલ હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
'અંગ્રેજી આવડે એ જ હોશિયાર એવું નથી, હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી'
બાળક અધૂરા મહિને જનમ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી
ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જે બાળકને ત્યજીને તેનાં માતાપિતા ફરાર થઈ ગયાં છે તે 2 મહિનાનું બાળકની અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 2 મહિનાનું આ બાળક અધૂરા મહિને જનમ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં NICU વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે આવા સમયે જ તેનાં માતાપિતા બાળકને એકલું મૂકીને ફરાર થઈ ગયાં છે.
એક સંતાનના પિતાએ સંબંધો લજવ્યા! 9 વર્ષની દીકરી સાથે કર્યું ગંદું કામ, આક્રંદ સાથે...