ઉદય રંજન/અમદાવાદ: ફેસબુક ઉપયોગ કરનાર માટે લાલબતી સામાન એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે એક એવી ગેંગ નાઝીરીયન ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ફેસબુકમાં દેખાવડી મહિલાની ફેક આઈડી બનાવીને ભારતીય લોકોને ફ્રેંન્ડશિપની રિકવેસ્ટ મોકલી તેની સાથે વાત ચિત કરી મિત્રતા કેળવીને છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગેંગ દ્વારા ફેસબુક પર મિત્રતા કેળવીને ભારત મળવા આવશે તેને તેવું કહી ભારત આવીને કસ્ટમ વિભાગ અને આરબીઆઇ વિભાગ પાસે પૈસા ભરવા પડશે તેમ કહી છેતરપિંડી આચરતી આ ગેંગની એક મહિલા સહીત ત્રણ નાઇઝીરીયનની દિલ્લીથી ધરપકડ કરી છે. આ ગેંગ અમદાવાદના એક વેપારી પાસેથી આ પ્રકારે 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા.


ઝી 24 કલાક પર IAS પર આરોપ લગાવનારી મહિલાએ જાણો શું કર્યો વિશેષ ખુલાસો


જુઓ LIVE TV:



ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ બ્રાંચે આ ગેંગના ત્રણ નાઈઝિરિયનની ધરપકડ કરી છે ત્યારે આ ગેંગ માં ભારતીય આરોપીઓ પણ છે જે પોલીસ ગિરફ્ત થી દૂર છે જેની પોલીસે વધુ તપાસ શરુ કરી છે આ ગેંગએ ભારત ના અનેક લોકો ને આ પ્રકારે છેતર્યા હોવાનું આશંકા પોલીસ ને જેથી વધુ તપાસ શરુ કરી છે.