ગુજરાતીઓને કોઈ ના પહોંચે! ખેડૂત એક, ખેતી અનેક પ્રકારની! પ્લોટીંગ પદ્ધતિથી અનેક પ્રકારના ફ્રૂટનું કર્યું વાવેતર
ધોરાજી તાલુકાના નાની વાવડી ગામના ખેડૂત વિજયભાઈ કણસાગરા પોતાના 40 વીઘા ખેતરમાં ડ્રિપ પદ્ધતિથી પ્લોટીંગ પાડી અનેક પ્રકારના વિવિધ નવતર ફ્રૂટ તેમજ ફળનું વાવેતર કર્યું છે. વિજયભાઈએ પોતાના 40 વીઘા ખેતરમાં સંપૂર્ણપણે ઓર્ગેનિક અને ડ્રિપ પદ્ધતિથી અનેક પ્રકારના ફ્રૂટનું વાવેતર કર્યું છે.
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની વાવડી ગામના ખેડૂતે પોતાના ખેતરમાં સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી નવતર પ્રકારના વિવિધ ફ્રૂટનું વાવેતર કર્યું. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. જેમાં ખેડૂતનું આગવું મહત્વ છે. એટલે તો આપણે ખેડૂતને અન્નદાતાનું બિરુદ આપ્યું છે અને ખેડૂત પોતાની કોઠાસૂઝથી નવતર ખેતી કરતા પણ અચકાતા નથી. અત્યારે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદને લઈ ખેડૂત મગફળી, કપાસનું વાવેતર ઓછું કરી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને પરંપરાગત ખેતી કરતા ઓર્ગેનિક ખેતી ખર્ચ વગરની અને ફાયદા કારક હોવાથી જેથી ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.
ધોરાજી તાલુકાના નાની વાવડી ગામના ખેડૂત વિજયભાઈ કણસાગરા પોતાના 40 વીઘા ખેતરમાં ડ્રિપ પદ્ધતિથી પ્લોટીંગ પાડી અનેક પ્રકારના વિવિધ નવતર ફ્રૂટ તેમજ ફળનું વાવેતર કર્યું છે. વિજયભાઈએ પોતાના 40 વીઘા ખેતરમાં સંપૂર્ણપણે ઓર્ગેનિક અને ડ્રિપ પદ્ધતિથી અનેક પ્રકારના ફ્રૂટનું વાવેતર કર્યું છે. જેમાં ખેડૂતે 5 વીઘામાં જામફળ, 5 વીઘામાં સીતાફળ, 10 વીઘામાં લીબું, 10 વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે. જયારે ખેડૂતે આંબા અને લીબું વચ્ચે આંતર પાક તરબૂચ અને ટેટીનું પણ વાવેતર કર્યું છે. જયારે બીજા 10 વીઘામાં વિવિધ નવતર ફ્રૂટનું વાવેતર કર્યું છે. જેમાં શેરડી, સ્ટ્રોબેરી, અંજીર, સફરજન, કાજુ ફાલસા, પોમેલો, ડ્રેગન ફ્રૂટ, પેશન ફ્રૂટ, નોની, મોસંબી, આંબળા, લાલ પીળા કેળા, લીચી, આવકડો, લાલ બટેટા, મરચા, ડુંગળી, ટમેટા, રીગણ,ચંદન સહિતના વિવિધ ફળ, ફ્રૂટનું ખેડૂતે પોતાની કોઠાસૂઝથી પોતાના ખેતરમાં અદભુત કહી શકાય તેવી રીતે વાવેતર કર્યું છે.
ખેડૂત વિજયભાઈ કણસાગરાના જણાવ્યા મુજબ પોતાને વિચાર આવ્યો કે પરંપરાગત ખેતી તો સૌ ખેડૂત કરતા હોય છે, ત્યારે આજના જંકફુડના જમાનામાં લોકો સારા પાક ખાઈ શકતા નથી અને વિદેશી દવાના વધતા જતા ભાવ અને દવા શરીર માટે નુકસાનકારક હોય છે. પોતે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર કર્યો અને પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી જેમાં દૂધ, ગોળ, વિવિધ વનસ્પતિ, ગોમૂત્ર, છાણનો ઉપયોગ ખેતરની જમીનમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે.
એક તો દેશી ખાતર હોય જેનાથી જમીન ફળદ્રુપ બને છે અને લોકોને સારો વગર દવાનો ખોરાક મળે છે, ત્યારે વિજયભાઈએ પોતાના ખેતરમાં વાવેલ ઓર્ગેનિક ફ્રૂટ પોતેજ પોતાના ખેતરમાં ડાયરેક્ટ વેચાણ કરે છે અને સારી આવક મેળવે છે, ત્યારે વિજયભાઈના જણાવ્યા અનુસાર ખેડૂતે હવે ઓર્ગેનિક ખેતી તરફ જવુ જરૂરી છે. જેથી વિદેશી દવાનો ખર્ચ બચે અને ખેડૂતને સારા ભાવ મળે અને ઓર્ગેનિક ખેતીનો અન્ય ખેતી કરતા ખર્ચ પણ ઓછો હોય ઉત્પાદન વધારે અને ખર્ચ ઓછો થાય છે.
નાના એવા નાની વાવડી ગામના ખેડૂત વિજયભાઈ કણસાગરાએ પોતાના ખેતરમાં પોતાની કોઠાસૂઝથી પ્લોટીંગ પાડી ડ્રિપ પદ્ધતિ દ્વારા પોતાની કોઠાસૂઝથી વિવધ પ્રકારના અનેક પ્રકારના ફળ, ફ્રૂટનું ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે.