અમદાવાદ :  પ્રેમને પામવા માટે અનેક નુસખાઓ યુવક-યુવતીઓ અપનાવતા હોય છે. પરંતુ તે નુસખાઓ ક્યારેક ગુનામાં પરિણામે છે તેનો ખ્યાલ ન આવે તો જેલવાસ પણ ભોગવવો પડી શકે છે. આવા જ એક શખ્સની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. કારણ કે આ શખ્સ એક તરફી પ્રેમમાં એવો પાગલ થયો હતો કે તેણે ન કરવાનું કરી નાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફી પ્રેમમાં પાગલ સાયકો
એક તરફી પ્રેમમાં પાગલ એક યુવાન પ્રેમની પરિભાષા સમજી શક્યો નહીં અને જેને પ્રેમ કરતો હતો તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અંતે યુવતીએ આ યુવકની હરકતોથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં પોલીસે મુંબઈ જઈ આ સાયકોની ધરપકડ કરી છે. આરોપી પિયુષ પટેલ મુંબઈના એરટેલ કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. પરંતુ એકાદ વર્ષ અગાઉ તે અમદાવાદમાં જ્યાં રહેતો હતો તેની પડોશમાં રહેતી એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જોકે પિયુષ આ વાત યુવતીને કરી શક્યો નહીં અને સોશિયલ મીડિયા મારફતે અવારનવાર વાતચીતના બહાને પ્રેમ જતાવતો રહ્યો. પણ યુવતીએ આ યુવકને વધુ ભાવ આપ્યો નહીં. આ જ વાતથી યુવકને લાગી આવતા તે ઉશ્કેરાયેલો રહેતો અને તેનું યુવતી તરફનું ક્રશ વધતું જતું હતું. 


લગ્ન થઈ ગયા હોવા છતાં યુવતીને ભૂલી શક્યો નહીં
પોલીસે યુવકની વધુ પૂછપરછ કરતાં તેણે એવું કઈક કીધું કે જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. કારણ કે આ સાયકો યુવતીના એક તરફી પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો હતો કે તે યુવતીની બદલી થઈ ગઈ છતાં પણ તેના વિચારો બાજુમાં મૂકી શક્યો નહીં. યુવકની એરટેલ કંપનીમાં મુંબઈમાં ટ્રાન્સફર થઈ ગઈ અને બાદમાં તેના લગ્ન પણ થઈ ગયા. આ તરફ યુવતીના પણ લગ્ન થઈ ગયા હતા. પત્ની હોવા છતાં યુવક યુવતીને ભૂલી શક્યો નહીં અને એટલો બધો પાગલ થઈ ગયો કે તેણે ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં સોશિયલ મીડિયામાં યુવતીના ફોટો સાથે મોબાઈલ નંબર લખી અને કોલ ગર્લ હોવાનું કહીને ફોટા વાયરલ કરવાના શરૂ કર્યા.


બિભત્સ મેસેજથી ચોંકી ગયેલી યુવતીએ અંતે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે છેક મુંબઈ જઈને આ સાયકોને દબોચી લીધો છે. હાલ પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે કે સોશિયલ મીડિયામાં મૂકેલી યુવતીની અન્ય પોસ્ટ અને મેસેજ પણ આરોપી યુવકે વાયરલ કર્યા છે કે કેમ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube