ખેડાઃ ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે દારૂનો વેપલો કરી રહ્યાં છે. આજે ખેડા જિલ્લાના કપડવંજમાં એક પોલ્ટ્રી ફાર્મમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. કપડવંજ ટાઉન પોલીસ તથા આતરસુંબા પોલીસે જોઈન્ટ ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરમિયાન પોલ્ટ્રી ફાર્મમાં છુપાવેલો લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે આંતારસુંબા પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરતા વિદેશી દારૂની આશરે 507 પેટી મળી આવી હતી. કપડવંજ પોલીસે વિદેશી દારૂ સાથે ખેડા જિલ્લાના કપડવંજના બુટલેગર વિરલ પરીખની ધરપકડ કરી છે. તો અન્ય આરોપી પીન્ટુ પટેલ ફરાર થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 કેસ, મૃત્યુ 0, રિકવરી રેટ 99.10 ટકા  


507 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી
અહીં પોલ્ટ્રી ફાર્મની આડમાં દારૂનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. પોલીસે દરોડા પાડ્યા બાદ ત્યાંથી 507 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. જેની કિંમત 19 લાખ રૂપિયાથી વધુની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ પોલ્ટ્રી ફાર્મ પીન્ટુ પટેલ નામના વ્યક્તિનું છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. 


આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ કહ્યુ કે, દારૂ કેસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં દારૂ કોનો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસ બુટલેગરો પર તપાય બોલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube