વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! એક વર્ષનો બાળક રમતા-રમતા ઝેરી દવા પી જતા મોત
ઘરમાં પડેલ જીવડા મારવાની દવાની બોટલ ખોલી તેમાંથી ઘુંટડો ભરી જતા તે ઉલ્ટી કરવા લાગ્યો હતો. જેમને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના મોત નિપજયું હતું.
ઝી બ્યુરો/રાજકોટ: શહેરના રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ બી-104માં રહેતા ચિરાગભાઇ વાડેરાના એક વર્ષના પુત્ર જીયાન ગઇ તા.10ના ઘરે રમતો હતો, ત્યારે ઘરમાં પડેલ જીવડા મારવાની દવાની બોટલ ખોલી તેમાંથી ઘુંટડો ભરી જતા તે ઉલ્ટી કરવા લાગ્યો હતો. જેમને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના મોત નિપજયું હતું.
કોણ કહે છે ભારત- પાકિસ્તાન મેચની ટિકીટ નથી મળતી! અહીંથી પકડાયો ટિકીટનો મોટો ખેલ!
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બાળકના પિતા ચિરાગભાઇના લગ્નને પાંચ વર્ષ થયેલ છે. તેઓ તેની પત્ની અને માતા સાથે રહે છે. તેમને એક વર્ષનો પુત્ર જીયાન છે.
નાગાલેન્ડ અને મણીપુરની યુવતીઓ નોકરીએ રાખી અમેરિકનોને ઠગતો, જૂનાગઢમાં પોલીસના દરોડા
ગઇ તા.10ના તેમની પત્ની અને માતા તહેવારો પૂર્વ ઘરકામ કરતા હતા ત્યારે એકલા રમી રહેલા જીયાનના હાથમાં ઝેરી દવાની બોટલ આવી જતા તેને તેમાંથી ઘુંટડો ભરી લેતા ઘટના ઘટી હતી. પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતું.
આ વર્ષે નવરાત્રી અને વર્લ્ડકપને પગલે ટેટૂનો અનોખો ક્રેઝ, આ ડિઝાઈનોની ભારે બોલબાલા...