અજય શીલુ/પોરબંદર: સામાન્ય રીતે સોનાના દાગીનાની અવનવી ડીઝાઇન મહીલાઓ માટે સોની વેપારીઓ બનાવતા હોય છે. પરંતુ પોરબંદરના એક જવેલર્સે બાર જર્યોતિલીગની સોનાની અનોખી માળા બનાવી છે. જે શિવભક્તો સહિત સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂત પુત્રો પર ફરી સંક્ટ; એક સાથે બે મોટી આફતો આવશે, જાણો ચોંકાવનારી આગાહી


પોરબંદરના કીર્તિમંદિર નજીક આવેલ ઝવેર જેવલર્સ શો-રૂમ દ્વારા એક ઋદ્રાક્ષની માળા બનાવવામાં આવી છે. ઋદ્રાક્ષની માળા મોટા ભાગે તેને બંને બાજુ સોના ચાંદીથી મઢાવેલી હોય છે, તેવી જોવા મળતી હોય છે. પરંતુ અહીં તો સોનાની માળામાં તમામ 12 જ્યોતિર્લિંગને સમાવી લેવામાં આવ્યા છે. 18 કેરેટની 140 ગ્રામ રોઝ ગોલ્ડમાં બનેલ આ માળામાં તમામ જ્યોતિર્લિંગનો હુબહુ નામ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.


પરિણીતા સાથે લિવ ઇનમાં રહેવું યુવકને ભારે પડયું,થયો એવો કાંડ તે આખી જિંદગી યાદ રહેશે


140 ગ્રામ સોનાની આ માળાની હાલના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો અંદાજે સાડા આઠથી નવ લાખ રૂપિયામા આ માળાનો ભાવ ગણી શકાય. આ સોનાની માળા તૈયાર કરવા અંગે શોરૂમના સેલ્સ મેનેજરે એવું જણાવ્યું હતું કે, ઋદ્રાક્ષના પારાની સામાન્ય ડીઝાઇનના માળાઓ તો જોવા મળતી જ હોય છે, પરંતુ કાંઇક અનોખી નવી ડિઝાઇન કસ્ટમર્સને મળે તે માટે આ પ્રકારની માળા બનાવવામાં આવી છે. આવી સોનાની 12 જ્યોતિર્લિંગની અત્યાર સુધીમાં કુલ ત્રણ માળાઓ બનાવવામાં આવી હતી. જેમાંથી બે માળાનું વેચાણ થઇ ગયું છે. કસ્ટમરો દ્વારા પણ આ માળાને લઇને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે.


સાવધાન! સિંહ, દીપડા નહીં આ પ્રાણી અહીં મચાવી રહ્યું છે આતંક, 25-30 લોકો બન્યા શિકાર


પોરબંદરના આ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલ આ 12 જ્યોતિર્લિંગની અનોખી સોનાની માળાએ હાલ તો શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને આવો નવતર પ્રયોગ કદાચ પ્રથમ વખત થયો હોય તેમ કહી શકાય કારણ કે સામાન્ય રીતે માળામા ઋદ્રાક્ષના પારા હોય અથવા ત્રિશુલ અને ઓમ સહિતની ડીઝાઇન જોવા મળતી હોય છે. પરંતુ આ માળામાં તો તમામ જ્યોતિર્લિંગથી લઈને ઓમ, ડમરુ સહિતનો એક સાથે સમાવેશ થયેલો જોવા મળે છે.


ક્રિસમસની રજાઓને યાદગાર બનાવવી છે? તો આ શહેરો છે બેસ્ટ, તુરંત બનાવો ફરવા જવાનો પ્લાન