અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાતમાં કોવિડ-19 મહામારી અંગેની વ્યવસ્થા પર આઇઆઇએમ (IIM) દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સંક્રમણના પ્રસારને અટકાવવા માટે નવી પહેલો જણાવવામાં આવી છે. ત્યારે આ રિપોર્ટમાં મોબાઇલ મેડિકલ વાન (ધન્વંતરી રથ), અન્નબ્રહ્મ યોજના, હાઇડ્રોજન બલૂન આધારિત દેખરેખ, સીએમ ડેશબોર્ડ દ્વારા પ્રત્યેક્ષ દેખરેખ, અનેક સક્રિય જાગૃતિ અભિયાન, પ્રવાસી શ્રમિક સહાયતા ટીમ અને જરૂરી ઉપયોગિતાઓ માટે ફીમાં માફી સહિતની પહેલો જણાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટનો ઉદ્દેશ ગુજરાતમાં કોવિડ-19ની પરિસ્થિતિ અને ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવેલી ગતિશીલ તેમજ વિશિષ્ટ અસરકારક રણનીતિ અંગે અવલોકન પ્રદાન કરવાનો છે. જેનાથી એક ચેતવણીરૂપે દર્શાવી શકાય કે આ મહામારી ખતમ થવામાં હજુ ઘણો સમય લાગશે. પરિણામે હજુ પણ નવી પહેલો તૈયાર અને કાર્યરત કરવામાં આવી રહી છે. જ્યારે રિપોર્ટનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. ચાર ભાગોમાં વિભાજિત આ રિપોર્ટ પ્રાથમિક અને મહત્વપૂર્ણ અનુસંધાન પર આધારી છે.


આ પણ વાંચો:- સુરત: પાટીલે આવકારવા રેલીના આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ, આવેદન અપાયું


તેમજ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાંઓ પર પ્રકાશ પાડે છે. આમાં રાજ્યની પ્રતિક્રિયાઓ પર પોતાના અભિપ્રાયનું મૂલ્યાંકન કરવા માટે નાગરિકો અને વહીવટીય તેમજ સ્વાસ્થ્યસંભાળ કાર્યકર્તાઓ દ્વારા અચાનક ઉત્પન્ન કરવામાં આવેલા નમૂનાઓની સાથે એક ઓનલાઇન સર્વેક્ષણ દ્વારા સૂચનાને ઉમેરવામાં આવી છે. આ અભ્યાસને કારણે સરકારના ભવિષ્યના પ્રગટીકરણ માટે પણ ભલામણો સામે આવી છે.


અભ્યાસનાં મુખ્ય પાસાંઓ (ઇનસાઇટ)/નિષ્કર્ષ
જો કે, નિષ્કર્ષ હમણા અધૂરો છે, કારણકે કોરોનાનું સંકટ હજુ પણ ચાલુ છે અને ઘણું મોટું છે. પરંતુ, તેમ છતાં મૂલ્યાંકનમાં શું મળ્યું તેના પર અહીંયા એક સંક્ષિપ્ત જાણકારી પ્રસ્તુત છે.


આ પણ વાંચો:- Corona Update: શહેરમાં 3 મહિના બાદ પહેલીવાર 145થી ઓછા કેસ


સાર્વજનિક સ્વાસ્થ્ય
આ રિપોર્ટમાં, જાહેરાત કરવામાં આવી તેના થોડાંક જ દિવસોની અંદર ચાર શહેરોમાં- અમદાવાદ-1200 બેડ્સ, રાજકોટ- 250 બેડ્સ, સૂરત- 500 બેડ્સ તથા વડોરામાં 250 બેડ્સની સાથે 2200 બેડ્સની ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ સ્થાપિત કરવાના સરકારના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખાનગી હોસ્પિટલોના સહયોગથી સમગ્ર ગુજરાતમાં ડેડિકેટેડ કોવિડ-19 બેડ્સ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ દ્વારા સરકારને સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 બેડ્સની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી છે.


ગુજરાત સરકારનું સુરક્ષા કિટ વિતરણ જેમકે, માસ્ક, સેનિટાઇઝર વગેરેનું વિતરણ કરવાનું અભિયાન અસરકારક રહ્યું કારણકે 96 ટકા કોવિડ-19 વોરિયર્સને જરૂરી સુરક્ષા સામગ્રી પ્રાપ્ત થઈ. રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલો સક્રિય દ્રષ્ટિકોણ સંક્રમણના પ્રસારને અટકાવવામાં ઘણો સહાયક હતો. ઉદાહરણ તરીકે, મોબાઈલ મેડિકલ વાનની શરૂઆત, જેને ધન્વંતરી રથ પણ કહેવામાં આવે છે, તે પ્રાથમિક સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ બની.


આ પણ વાંચો:- સુરત: હીરા બજારનો સમય 10થી 6 કરવાનો અને એક ઘંટી પર 2 લોકોને બેસવાની માંગ


આ રિપોર્ટ દ્વારા જે એક રસપ્રદ પાસું ઉજાગર થયું છે તે છે, રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમુદાય માટે સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સફાઇ માટે કરવામાં આવેલા પ્રયાસોના પરિણામસ્વરૂપે લોગોની જાગૃતિમાં સુધારો થયો છે. 89 ટકા લોકો વિચારે છે કે જાહેરમાં થૂંકવું એ ગુનો છે અને તેમાંથી 81 ટકા લોકો માને છે કે થૂંકવું એ વ્યક્તિગત અધિકાર ન હોવો જોઇએ.


કાયદો અને વ્યવસ્થા
આ રિપોર્ટમાં ગુજરાત પોલીસની ભૂમિકાનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસદળે અમલીકરણ અને સર્વેલન્સ માટેની પોતાની ક્ષમતામાં વધારો કરવા માટે તાત્કાલિક રૂપથી ટેક્નોલોજીને અપનાવીને પોતાની રણનીતિને પૂરક બનાવી. ડ્રોન્સ, હાઇડ્રોજન બલૂન્સ તેમજ પેટ્રોલિંગ કરનારી કાર રાજ્યના દરેક ગલી-નાકા પર જોવા મળી. પોલીસની આ પ્રકારની ઉપસ્થિતિ નાગરિકો માટે રાજ્ય સરકારનો ચહેરો બની ગઈ. લોકડાઉનને લાગુ કરાવવાના પોતાના નિયમિત કર્તવ્યનું પાલન કરવા ઉપરાંત, પોલીસદળે સામુદાયિક રસોડાં, રાશનની દુકાનો અને જાહેર વિતરણ વ્યવસ્થા પર પણ નજર રાખી જેથી સંક્રમણનું જોખમ ઘટાડી શકાય.


આ પણ વાંચો:- અમદાવાદ: થલતેજની ઉદ્ગમ સ્કુલની દાદાગીરી, ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવ્યો


રિપોર્ટ પ્રમાણે, સર્વેક્ષણમાં સામેલ 80 ટકાથી લધુ લોકોએ સરકારની પહેલ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો અને ખાસ કરીને નાગરિકોની ભલાઈ માટે નિયમો અને વિનિયમોના અસરકારક અમલીકરણ સાથે સંબંધિત વહીવટીય સંસ્થાઓ સાથે મુખ્યમંત્રીના સૂચના સંચાર અંગે સંતોષ વ્યક્ત કર્યો. અસરકારક સૂચના સંચાર અને સમન્વય માટે મુખ્યમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શને આ કટોકટીના સમયમાં વિશ્વાસ અને કુશળ સંચાલનમાં મદદ કરી.


વહીવટીતંત્ર સાથે વિવિધ હિતધારકોના અનુભવો
રાજ્ય સરકારે તમામ સ્તરો પર વહીવટીતંત્ર સાથે સમન્વયમાં મહામારીના કારણે ઉત્પન્ન થયેલા અનેક પડકારોને પહોંચી વળવામાં યોગ્ય સક્રિયતા દર્શાવી. રોગચાળાને સંતુલિત કરવામાં પ્રત્યેક સ્તરે યોગ્ય અને વ્યૂહાત્મક અભિગમ સહાયક રહ્યો.


આ પણ વાંચો:- વડોદરા: બરોડા ઇમેજિંગ સેન્ટરમાં જતી એમ્બ્યુલન્સનો સ્થાનિકોનો વિરોધ, સારવાર દરમિયાન મોત


આ રિપોર્ટમાં રાજ્ય સરકારની પ્રતિક્રિયારૂપ રણનીતિને લાગુ કરવામાં ટેક્નોલોજીની પૂરક ભૂમિકા પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે, ખાસ કરીને લોકો સુધી પહોંચવા માટે અને રોજબરોજની પ્રવૃત્તિઓને સંચાલિત કરવા માટે! મુખ્યમંત્રીએ વિવિધ દિશા-નિર્દેશોના અમલીકરણની દેખરેખ માટે સીએમ ડેશબોર્ડનો ખૂબ જ કાર્યક્ષમ ઉપયોગ કર્યો. રાજ્ય સરકારે લોકોને કોવિડ-19થી પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો. સર્વેક્ષણમાં 97 ટકા વહીવટીય કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરી હતી અને તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા હતા.


આ ઉપરાંત, રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર સ્વાસ્થ્યકર્મીઓ અને વહીવટીય કર્મચારીઓને રોગપ્રતિકારક બૂસ્ટરનું વિતરણ કરવામાં સક્રિય રીતે સંલગ્ન છે. આ સાથે જ, આ રિપોર્ટ સરકાર દ્વારા કોવિડ-19ના દર્દીઓની ઓળખ કરીને તેમને જરૂરી સારસંભાળ હેઠળ રાખવા માટે અપનાવવામાં આવેલી આક્રમક પરીક્ષણ રણનીતિને પણ રેખાંકિત કરે છે.


આ પણ વાંચો:- Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1052 કેસ, વધુ 22 લોકોના મૃત્યુ


પ્રવાસી શ્રમિક
આ રિપોર્ટ શ્રમિક ટ્રેનો મારફતે મજૂરો અને કામદારોની મોટી સંખ્યાને તેમના વતન પહોંચાડવા માટેના સંચાલનની પણ પ્રશંસા કરે છે. મે મહિનામાં, 15-20 દિવસના સમયગાળામાં, ગુજરાતે 14.8 લાખ પ્રવાસી શ્રમિકો માટે 1000થી વધુ શ્રમિક ટ્રેનોની વ્યવસ્થા કરી, જે સ્થાનિક વહીવટીતંત્ર, બિનસરકારી સંગઠનો, પોલીસ અને સામાજિક જૂથોના વ્યાપક નેટવર્કના એકસાથે થવાથી શક્ય બન્યું. જોવાની વાત એ છે કે ગુજરાતનું વહીવટીતંત્ર આટલી મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો સુધી પહોંચી શકે છે અને ભોજન તેમજ પાણીના પર્યાપ્ત પુરવઠા સાથે તેમની સુરક્ષિત મુસાફરીની વ્યવસ્થા કરી શકે છે, જે જાહેર વહીવટીતંત્ર માટે એક અભ્યાસ કરવા લાયક કેસ છે.


ભોજન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો
રિપોર્ટમાં જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે લોકોને મફતમાં અનાજ ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકારની સફળતા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં રાજ્યની 80 ટકાથી વધુ વસ્તી અને પ્રવાસીઓને ગુજરાતના દરેક ખૂણામાં તથા જે લોકો ખાદ્યાન્ન સુરક્ષા કાયદા (NFSA)માં સામેલ નથી તેમને પણ જરૂરી ચીજવસ્તુઓનો નિરંતર પુરવઠો સુનિશ્ચિત કરવાની વાત સામેલ છે.


આ પણ વાંચો:- રાજકોટ: ઇ ભૂમિ પુજન કાર્યક્રમમાં પાટીયુ તુટતા મેયર સહિત 4 નેતાઓ ખાડામાં પડ્યા


ગુજરાતમાં કોવિડ-19 કટોકટી અંગેની વ્યવસ્થા પર અભ્યાસના સંદર્ભે, રિપોર્ટમાં કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, રાજસ્થાન અને ઉત્તર-પૂર્વના રાજ્યો (નોર્થ-ઇસ્ટ) દ્વારા વધુ સારા ક્રોસ-લર્નિંગ માટે સર્વોત્તમ રીતોનુ સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, ઉત્તરપ્રદેશ રાજ્યમાં દેશનું પહેલું કોવિડ-19 ક્લસ્ટર આગ્રામાં સંસ્થાગત કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર અને અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યવાહી કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube