ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઈવે લૂંટારુઓ માટે લૂંટનું એપી સેન્ટર બની ગયું છે.. જી હાં, અવાર નવાર ફિલ્મી ઢબે લૂંટની ઘટના આ હાઈવે પર બનતી જોવા મળે છે.. જોકે, મહત્વની વાત એ છેકે, લૂંટ બાદ આરોપીઓ ઝડપાઈ જવાના કિસ્સા પણ ઓછા સામે આવ્યા છે ત્યારે ફરી એકવાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર લૂંટની ઘટના બની જેમાં કરોડો રૂપિયાના ચાંદીની ચોરી થઈ છે.


  • ગુજરાતના હાઈવે બન્યા ખતરનાક

  • રાતના અંધારામાં લૂંટારાઓનો તરખાટ

  • કરોડોની લૂંટ અને અપરાધીઓ ગાયબ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમાં કોઈ શંકા નથી કે, અમદાવાદ રાજકોટ હાઈવે ગુનાખોરીનું હબ બની ચૂક્યો છે. વારંવાર થતી લૂંટની ઘટનાઓ અને અપરાધના કિસ્સાઓથી અમદાવાદ-રાજકોટ હાઈવે બદનામ છે.


રાતના અંધારામાં લૂંટારાઓનો તરખાટ
જી હાં, અમદાવાદ-રાજકોટ હાઈવે પર કાનપર પાટિયા નજીક કરોડોની લૂંટની ઘટના બની છે. કિંમતી જ્વેલર્સ અને ચાંદી ભરીને જતી બોલેરો કારમાંથી 120 કિલો ચાંદીની લૂંટ ચલાવી છે.મળતી માહિતી પ્રમાણે,રાજકોટથી કુરિયરનો ચાંદી અને જ્વેલર્સનો માલ ભરીને બોલેરો પીકઅપ અમદાવાદ જતી હતી.આ દરમિયાન 7થી 8 જેટલા શખ્સોએ બે કારમાં આવીને પીકઅપ બોલેરોને આંતરી લીધી.ચાંદી ભરેલી બોલેરો પીકઅપને 7થી 8 કિલોમીટર દૂર લઈ ગયા.લૂંટારુઓ 120 કિલો જેટલી ચાંદી લૂંટીને પીકઅપ છોડીને ફરાર થઈ ગયા હતા.


કરોડોની લૂંટ અને અપરાધીઓ ગાયબ
લૂંટની ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાથી લઈને લોકલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ થયો. અમદાવાદ રાજકોટ હાઈવે પર લૂંટની ઘટના કોઈ નવી નથી.. આજથી 6 મહિના પહેલાં પણ આ હાઈવે પર લૂંટની ઘટના બની હતી જેના અપરાધીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ પહેલાં સાયલા નજીક પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લૂંટ થઈ હતી. લૂંટારુઓએ કુરિયરની ગાડીને આંતરીને લૂંટ ચલાવી હતી. જેમાં 100 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ હતી. લૂંટની ઘટનાને અંજામ આપનારો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે..


હાઈ-વે બન્યા ખતરનાક
અમદાવાદ રાજકોટ હાઈવે દિવસેને દિવસે અસુરક્ષિત થતો જાય છે. ખાસ કરીને એક જ મોડસ ઓપરેન્ડીથી લૂંટની ઘટનાઓ પણ વધતી જાય છે. એવામાં પોલીસને શંકા એ પણ છેકે અન્ય રાજ્યોના લૂંટારુઓ રેકી કરીને લૂંટને અંજામ આપી રહ્યા છે ત્યારે આરોપીઓ ક્યારે ઝડપાશે એ સૌથી મોટો સવાલ છે.