સુરત : વિશ્વના 90 ટકા હીરા માત્ર સુરતમાં બને છે. આ ડાયમંડ નગરીમાં જાતભાતના હીરાઓ તૈયાર થાય છે. દિવાળી ટાણે ડાયમંડની એક કંપનીમાં 50 કરોડની કિંમતનો માત્ર એક કાચો હીરો આવ્યો છે. 118 કેરેટ વજન ધરાવતો આ હીરો ખુબ જ ઊંચી ગુણવત્તાનો પથ્થર છે. જેમાં ડી.આઈ.એફ. કલર અને પ્યોરિટી ખુબ જ ઉંચી માત્રામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા જગતનો સૌથી ઊંચો પથ્થર ગણાય છે. જેમાંથી 2 હીરા તૈયાર થશે. બંન્નેની કિંમતન 60 કરોડની આસપાસ થવાની શક્યતા છે. આ ઉપરાંત હીરો તૈયાર કરનારને જ 5 લાખ રૂપિયા ચુકવાશે. આ ઉપરાંત આ હીરાની ચોરી થાય તેવી શક્યતાને જોતા તેનો વીમો ઉતારવમાં આવ્યો છે. જેનું પ્રિમિયમ જ 50 લાખથી વધુ થશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, આ હીરાના વેપારી દ્વારા હીરામાં શક્ય તેટલો ઓછો ખરાબો અને કટીંગ નિકળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ખુબ જ બારીકાઇ પુર્વક આ હીરો તૈયાર કરવામાં આવશે. જેના કારણે હીરાની ગુણવત્તા પણ જળવાઇ રહે અને મહત્તમ ડાયમંડ રહે તેને વધારે કાપકુપ ન કરવી પડે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube