આસારામ જેલમાં પણ સામે આવ્યો એવો કાંડ કે હવે તો પોલીસ પણ તોબા પોકારી રહી છે
બાળકો પર મેલી વિદ્યાના નામે તેમની હત્યા કરવાનો મુદ્દો હોય કે યુવતીઓને વિદ્યા આપવાના નામે દુષ્કર્મ આચરવાનો કેસ હોય આસારામ અને તેનો મોટેરા ખાતે આવેલો આશ્રમ હંમેશાથી વિવાદમાં રહ્યો છે. આ ઉપરાંત આસારામનો પુત્ર નારયણ સાંઇ પણ બાપાને ટક્કર મારે તેવો છે. જો કે હાલ તો બંન્ને બાપ બેટો જેલમાં છે. પરંતુ આશ્રમમાં હજી પણ આ પ્રકારની જ ગતિવિધિઓ ધમધમી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચોંકાવનારી બાબત છે કે, આસારામ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
અમદાવાદ : બાળકો પર મેલી વિદ્યાના નામે તેમની હત્યા કરવાનો મુદ્દો હોય કે યુવતીઓને વિદ્યા આપવાના નામે દુષ્કર્મ આચરવાનો કેસ હોય આસારામ અને તેનો મોટેરા ખાતે આવેલો આશ્રમ હંમેશાથી વિવાદમાં રહ્યો છે. આ ઉપરાંત આસારામનો પુત્ર નારયણ સાંઇ પણ બાપાને ટક્કર મારે તેવો છે. જો કે હાલ તો બંન્ને બાપ બેટો જેલમાં છે. પરંતુ આશ્રમમાં હજી પણ આ પ્રકારની જ ગતિવિધિઓ ધમધમી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચોંકાવનારી બાબત છે કે, આસારામ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
Corona એ ફરી એક્સિલેટર દબાવતા તંત્ર આકરા પાણીએ, જામનગરમાં ધડાધડ નિર્ણયો લેવાયા, જાણી લેજો..
અત્રે ઉલ્લેખનીય છે કે, આસારામ આશ્રમ અને આસારામ બંન્ને આટલા વિવાદોમાં આવવા છતા પણ તેના ભક્તો કંઇક અનોખી ભક્તિમાં જ લીન જોવા મળી રહ્યા છે. તેમને આ તમામ ઘટનાથી કોઇ ફરક જ ન પડ્યો હોય તે પ્રકારે તેના ભક્તોએ તો આસારામને ભગવાન માનવાનું જ શરૂ રાખ્યું હતું. આશ્રમમાં યોજાતા વિવિધ ઉત્સવો પણ યથાવત્ત રીતે ચાલુ રહ્યા હતા. જેમાં ભક્તો પણ મોટા પ્રમાણમાં જોડાતા હતા. આશ્રમ સતત ધમધમતો રહેતો હતો.
જો કે હવે આસરમનો વધારે એક કાંડ સામે આવ્યો છે. હૈદરાબાદથી આવેલો વિજય નામનો એક યુવક ગુમ થઇ ગયો હતો. પોતાના મિત્રો સાથે આસારામ આશ્રમ ખાતે ભક્તિમાં લીન થવા માટે આવ્યો હતો. જો કે છેલ્લા એક અઠવાડીયાથી તે ક્યાંક ગુમ થઇ ગયો હતો. તેનો કોઇ જ સંપર્ક નહી થતા પરિવાર ચિંતિત બન્યો હતો. અઠવાડીયા બાદ તે આશ્રમ ખાતે દોડી આવ્યો હતો. હાલ તો તેના માં બાપ ના દીકરાને શોધવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ગુમ થયેલા દીકરાને શોધવા માટે મા બાપ અમદાવાદ આશારામ આશ્રમ પહોંચ્યા છે. હાલ તો પોલીસ પાસે પણ પરિવાર દ્વારા મદદ માંગવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube