નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં બાળકોને ભણવું છે પણ શાળા નથી, શિક્ષક, વિદ્યાર્થી સહિત બધુ જ છે, પરંતુ શાળાનું બિલ્ડીંગ જમીનદોસ્ત કરી દેવાતાં હાલ બાળકો મંદિરમાં ભણી રહ્યા છે. ત્યારે ગામ લોકોએ શાળાના બિલ્ડીંગ માટે અનોખી રીતે વિરોધ કર્યો. એવો વિરોધ કર્યો કે તે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શું કર્યો વિરોધ?


  • ગ્રામજનોએ કર્યું શાળાનું બેસણું

  • જમીનદોસ્ત શાળા બનાવવાની માગ

  • વિદ્યાર્થીઓ મેદાન, મંદિરમાં ભણવા મજબૂર

  • બે વર્ષ થયા પરંતુ નથી બન્યું બિલ્ડીંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા ધામણકા ગામમાં મોટા વ્યક્તિના અવસાનનું બેસણું છે. ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને કારણે મોટી સંખ્યામાં લોકો તે બેસણાં આવ્યા છે. પરંતુ આ કોઈ વ્યક્તિનું નહીં પણ શાળાનું બેસણું છે. હા શાળાનું...એ તે પણ બીજી પુણ્યતિથિનું આયોજન કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


  • શાળાનું બેસણું

  • અનોખો વિરોધ

  • શાળા બનાવવા માગ

  • પુણ્યતિથીએ બેસણું

  • ગામલોકોનો વિરોધ

  • 2 વર્ષ પહેલા તોડાઈ શાળા

  • નથી બનતું નવું બિલ્ડીંગ


ખુલ્લા મેદાન અને મંદિરમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. કારણ કે વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ શાળા નથી. જે શાળા હતી તે જર્જરિત થઈ જતાં તેને જમીનદોસ્ત કરીને ફરી નિર્માણ કરવાનું હતું. પરંતુ આ વાતને બે વર્ષ થઈ ગયા. હજુ સુધી શાળા બની નથી જેના કારણે જ આ બાળકો ખુલ્લા મેદાન અને મંદિરમાં ભણવા માટે મજબૂર બન્યા છે. 600 લોકોની વસતીવાળા આ ગામમાં ધોરણ 1થી 8મા 50થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પણ શાળાના બિલ્ડીંગના અભાવે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. ચોમાસામાં તો સ્થિત વધારે વિકટ બની જાય છે. એક જ ઓરડામાં ધોરણ 1થી 8ના બાળકોએ સાથે બેસવું પડે છે. 


શું છે સમસ્યા? 


  • ધોરણ 1થી 8મા 50થી વધુ બાળકો અભ્યાસ કરે છે

  • શાળાના બિલ્ડીંગના અભાવે અભ્યાસ બગડી રહ્યો છે

  • ચોમાસામાં તો સ્થિત વધારે વિકટ બની જાય છે

  • એક જ ઓરડામાં ધોરણ 1થી 8ના બાળકોએ સાથે બેસવું પડે છે


ગામ લોકોએ અવારનવાર તોડેલી શાળાને ફરી બનાવવા માટે માગણી કરી છે. ધારાસભ્યથી લઈ સાંસદ સુધી, સ્થાનિક વહીવટી તંત્રથી લઈ ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં ગામ લોકોએ કંટાળી શાળાનું બેસણું યોજ્યું હતું. જ્યારે શાળા ધ્વસ્ત કરવામાં આવી તેને બે વર્ષ પૂર્ણ થતાં શાળાની જગ્યા પર બેસણું યોજીની સરકાર અને શિક્ષણ વિભાગને જગાડવાનો પ્રયાસ કરાયો હતો.


  • મંદિરમાં ભણતાં બાળકો

  • મેદાનમાં ભણતાં બાળકો

  • શાળા વગર હેરાનગતિ

  • બગડી રહ્યો છે અભ્યાસ

  • સરકાર શાળા ન બનાવી શકે?


બાળકો દેશનું ભવિષ્ય કહેવાય છે. અને શિક્ષણ એ કોઈ પણ દેશની પ્રગતિમાં સૌથી મોટો ભાગ ભજવે છે. પરંતુ આપણી કમનસિબી છે કે કરોડોના તાયફા કરતી સરકાર એક શાળાનું બિલ્ડીંગ બનાવવા માટે જાતભાતના નાટક કરી રહી છે. આળસુ સ્થાનિક વહીવટી તંત્ર પણ ઉપરના લેવલે કોઈ ઉચિત રજૂઆત નથી કરતું જેના પરિણામે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જોવું રહ્યું કે હવે ક્યારે શાળાનું નવું બિલ્ડીંગ બને છે?