Gandhinagar: સ્કૂલના બાળકોને ભરીને દોડતી સ્કૂલવાન સામે તંત્ર દ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક-પોલીસ પણ જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગઈ હોય તેમ કોઈ કાર્યવાહી ના થતાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકોને ખુલ્લો દોર મળી રહ્યો છે, જેના કારણે બાળકોને ઘેટાં-બકરાંની માફક ભરવામાં આવે છે. રાજ્યમાં સ્કૂલના બાળકો સાથે અનેક દુર્ઘટના ઘટી હોય એવી અનેક ઘટનાઓમાં પ્રકાશમાં આવી છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઈ હોવાની એક ઘટના બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે ગાંધીનગરમાં ખાનગી બસે સ્કૂલ વાનને ટક્કર મારી છે. સ્કૂલ વાન પલટી જતાં 10 જેટલાં બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. હાલ સ્કૂલ વાનને ટક્કર મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી બાજુ ઘટનાની જાણ થતા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રિટાબેન પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા હતા. વહીવટી તંત્રને જરૂરી સૂચના પણ આપી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube