અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટું વિઘ્ન! પીલર ખોદવાનું કરોડોનું મશીન ખાડીના પાણીમાં ગરકાવ
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તે તેજ ગતિથી ચાલી રહ્યું હતું. આ દરમિયાન વાપીના વારોના ખાડા ખોદતી વખતે ખાડી નજીક આ પ્રોજેક્ટના ચાલી રહેલ કામના પીલવાનું કરોડનું મશીન ખાડી પર બનાવેલ હંગામી પુલ પરથી પસાર થઈ રહ્યું હતું.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન એક ગંભીર ઘટના બની છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલર ખોદવાનું કામ કરતું કરોડો રૂપિયાનું મશીન ખાડીના પાણીમાં ખાબકયુ છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમયથી કરોડોનું મશીન પાણીમાં પડ્યું હોવાથી એજન્સીને તો લાખોનું નુકસાન થઈ રહ્યું છે. સાથે પ્રોજેક્ટના કામને પણ અસર થઈ રહી છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી : વર્લ્ડકપ ફાઈનલમાં વરસાદ આવશે કે નહિ
બનાવની વિગત મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તે તેજ ગતિથી ચાલી રહ્યું હતું. આ દરમિયાન વાપીના વારોના ખાડા ખોદતી વખતે ખાડી નજીક આ પ્રોજેક્ટના ચાલી રહેલ કામના પીલવાનું કરોડનું મશીન ખાડી પર બનાવેલ હંગામી પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન જ અચાનક મશીન નમી ગયું અને કરોડોનું મશીન પાણીમાં ખાબકી ગયું હતું.
વર્લ્ડ કપ ફાઈનલને પગલે મેટ્રો, AMTS- BRTSની વિશેષ સેવા: ક્રિકેટ પ્રેમીઓને રાત્રે...
જોકે સદનસીબે મશીનના ઓપરેટરનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ લાંબા સમયથી આ મશીન પાણીમાં પડ્યું હોવા છતાં પણ સંબંધિત વિભાગ દ્વારા આ મશીનનું કામ કરતી કોન્ટ્રાક્ટર એજન્સીને કોઈ મદદ નહીં મળતા અત્યાર સુધી એજન્સીને તો લાખો નું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ સાથે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના કામને પણ તેની અસર થઈ રહી છે.
મીની ગોવા તરીકે જાણીતું આ સ્થળ બન્યું ગુજરાતીઓની પહેલી પસંદ, ઓછા બજેટમાં કરો મુલાકાત