ગૌરવ દવે/દેવભૂમિ દ્વારકા: 'યોગ કરો રહો નિરોગ' આ વાક્ય ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. પરંતુ આજે એક એવા બાળકની વાત કરવી છે જે રબરની જેમ શરીરના તમામ અંગ વાળીને યોગાભ્યાસ કરે છે. નાના એવા ગામના આ 7 વર્ષના બાળકની યોગ પ્રત્યેની અનેરી રૂચિ જોવા મળી રહી છે. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ-કલ્યાણપુર તાલુકાના ખેડૂત અરશીભાઈ બેલાના 7 વર્ષના પુત્ર વિરાજ બેલાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે. આ 7 વર્ષની બાળક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરંતુ તેને યોગ પ્રત્યેની અનેરી રૂચિને કારણે વિરાજ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. 



લોકો દર વર્ષે 21 જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી સોશ્યલ મીડિયામાં ફોટા અને વીડિયો શેર કરતા હોય છે. પરંતુ આ 7 વર્ષનો વિરાજ દરરોજ 1 કલાક યોગાભ્યાસ કરે છે. ખેતર, ઘરની અગાસી, સ્કૂલના પટાંગણ, જાહેર કાર્યક્રમમાં યોગ કરી યોગાભ્યાસ કરે છે. આ બાળકની ખાસિયત એ છે કે, તેના શરીરનો કોઈ પણ અંગ રબરની જેમ વળી શકે છે. જેને કારણે આ વિરાજ 7 વર્ષની ઉંમરે જ કોઈ પણ યોગ કરી શકે છે. યોગ કરતા સમયે ભલ ભલા લોકોને પરસેવા છૂટી જતા હોય છે. પરંતુ આ બાળક ગણતરીની સેકન્ડમાં જ અલગ અલગ વ્યાયામ કરતો જોવા મળે છે. 


સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ, યુ ટ્યુબ પર વીડિયો બનાવી ચેનલ
7 વર્ષના વિરાજ બેલાનો યોગ કરતો વિડીયો કોઈ વ્યક્તિએ મોબાઈલ ફોનમાં શૂટિંગ કર્યા બાદ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે જોત જોતામાં જ આ વીડિયો અનેક મોબાઈલ ફોનમાં ફોરવર્ડ થયો. વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે વિરાજે પોતાની યુ ટ્યુબ ચેનલ બનાવીને વિડીયો અપલોડ કરવાનું પણ શરૂ કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube