આડા સંબંધની આશંકામાં વધુ એક જીવ હોમાયો, મામાએ જ કરી ભાણેજની હત્યા
વાપી GIDCમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મામાએ ભાણેજની હત્યા કરી છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિલેશ જોશી, વાપીઃ આડા સંબંધની આશંકાએ અત્યાર સુધીમાં અનેક વખત લોહીના સંબંધો લજવાયા છે...કોઈ વાત કે ચર્ચા કર્યા વગર આડા સંબંધની આશંકામાં હત્યાને અંજામ આપી દેવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચુકી છે...તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કળિયુગના એક મામા કંસે પોતાના જ ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી...આરોપી મામાએ કેવી રીતે ભાણેજની હત્યાને આપ્યો અંજામ, તે કેવી રીતે પોલીસ સકંજામાં આવ્યો, જોઈએ આ રિપોર્ટમાં...
વાપી GIDCમાં આવેલા દમણગંગા વે-બ્રિજ પાસે થોડા દિવસ પહેલા અર્ધ સળગેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો...સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી...જેમાં સામે આવ્યું કે
પોલીસે ઝડપેલા સુરેન સિંહ નામનો આરોપી બીજું કોઈ નહીં પરંતુ નિતેશ સિંહનો મામો છે...પરંતુ સવાલ એ છે કે આરોપી મામાએ શા માટે ભાણેજની હત્યા કરી...
આ પણ વાંચોઃ ગુજરાતમાં નકલીના ખેલનો જમાનો, હવે સુરતમાંથી ઝડપાઈ નકલી દારૂ બનાવતી ફેક્ટરી
સુરેન સિંહને લાંબા સમયથી ભાણેજ નિતેશ પર મામી સાથે આડા સંબંધની આશંકા હતી. જેની દાઝ રાખતા સુરેન સિંહે નિતેશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. એક દિવસ સુરેન સિંહે રાજકોટથી ભાણેજને વાપી બોલાવ્યો હતો ત્યારબાદ મામાએ ભાણેજને દમણમાં એક ઢાબા પર જમાડી ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. ઘરે પરત આવતી વખતે સુરેને નિતેશને દમણગંગા વે-બ્રિજ પાસે લઈ ગયો. જ્યાં સુરેન સિંહે નિતેશના માથા પર પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી. મૃતદેહની ઓળખ છુપાવવા સુરેને કેમિકલ છાંટી નિતેશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આ મામલે આરોપી સુરેન સિંહની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દીધો છે...આરોપી સામે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે...મહત્વનું છે કે અગાઉ પણ આડા સંબંધની આશંકામાં હત્યાને અંજામ આપતી ઘટનાઓ બની છે...આડા સંબંધની આશંકામાં વાત કરીને સમાધાન લાવવાને બદલે હત્યાને અંજામ આપતી ઘટનામાં ફરી એકવાર લોહીના સંબંધો લજવાયા છે...