પોરબંદર ડ્રગ્સ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, સામે આવ્યું પાકિસ્તાનનું કનેક્શન
ગુજરાત ATS એ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પકડાયેલ આરોપી ઇબ્રાહિમ બક્ષીએ અલગ અલગ 5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે.
મૌલિક ધામેચા, અમદાવાદઃ પોરબંદર દરિયામાંથી પકડાયેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં વધું એક મોટો ખુલાસો થયો છે. જેમાંથી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ અલગ સમયે 1 હજાર કિલોથી વધુ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી ભારતમાં પણ અગાઉ એક આરોપીની મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઈરાનીઓ કેવી રીતે ડ્રગ્સનું ચલાવતા તેનો ખુલાસો પણ થયો છે.
ગુજરાત ATS એ દરિયાઇ સીમામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પકડાયેલ આરોપી ઇબ્રાહિમ બક્ષીએ અલગ અલગ 5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. આરોપી ઇબ્રાહિમ છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધું હેરોઇન અલગ અલગ સમયે 5 દેશોમાં સપ્લાય કર્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં આફ્રિકાના દેશો સહીત તાન્જાનિયા, જાંજીબાર,યમન, મસ્કત દેશોમાં હેરોઇન સપ્લાય કર્યું હતુ. જો કે આરોપી ઇબ્રાહિમ ભારતના કોંચિનમાં પણ આવી ચુક્યો હોવાથી ડ્રગ્સનું ત્યાં પણ સપ્લાય કર્યું હોવાની ગુજરાત એટીએસને શકા છે. પરતું 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં ભારતમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો આપવા આવ્યાં હોવાનું કહી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા
ગુજરાત ATSની ગિરફતમાં રહેલ 7 ઈરાની આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં પાકિસ્તાનીઓ ઈરાનીઓ પાસે દેશભરમાં ડ્રગ્સનો જથ્થો હેરાફેરી કરાવતા હોય છે. પકડાયેલ ઈરાનીઓ કબૂલાત કરી છે કે ઈરાનનાં કોનારક પોર્ટ તેની આસપાસ બંદરોથી ઈરાન દરિયાઇ સીમામાંથી 90 નોટિકલ માઈલ પર પહોચી જાય બાદમાં બે દિવસ દરિયામાં માછીમારી કરે. બે દીવસ બાદ પાકિસ્તાની બોટ ત્યાં પહોચી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્રારા ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને બોટમાં આપી દેતા અને પછી ઈરાનીઓને કેરિયર બની દેશભરમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો. આ કેસમાં પાકિસ્તાની ગુલામ નામ સામે આવ્યુ છે. જે દિશામાં પણ તપાસમાં કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઈરાનીઓ ડ્રગ્સનો જથ્થો લઇ નીકળે ત્યારે કોસ્ટગાર્ડ કે અન્ય દરિયાઇ સીમા સુરક્ષાની બોટ દેખાય તો ડ્રગસનો જથ્થો છુંપાડવા માછીમારો જાળ બાંધી દરિયાની અંદર લટકાવી દેતા હોય છે, જે બાદ બહાર કાઢી દેતા હોય છે. આરોપી પાસેથી મળી આવેલ સેટેલાઇટ ફોન અને હાઈ ફ્રિક્વન્સી વી.એસ.એફ અને એસ.એસ.બી ( સિંગલ સાઈડ બેન્ડ)ની ટેક્નિકલ તપાસ હાથ ધરી છે. સાથે જ સેટેલાઇટ ફોનમાંથી લોકેશન અને અન્ય દેશોમાં થયેલા સંપર્ક અગે એટીએસ તપાસ હાથ ધરી.જે બાદ અન્ય ડ્રગ્સ પેડલરો નામ સામે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube