* ધૂમ્રપાન કરતા ઘાતક બન્યું સોશિયલ મીડિયાનું વ્યસન
* ઓનલાઇન શિક્ષણની આડમાં બાળકોને લાગ્યો પોર્ન સાઈટનો ચસ્કો
* સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં સામે આવી ચોંકાવનારી હકીકત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષિત પંડ્યા/રાજકોટ:  ઓનલાઇન શિક્ષણની આડમાં બાળકોને પોર્ન સાઇટ જોવાનું વ્યસન લાગી ગયું છે. જી હા ,આ ચોંકાવનારી હકીકત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં સામે આવી છે. મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિદ્યાર્થીએ કરેલ સર્વેમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. સર્વે બાદ માતાપિતાએ પોતાના બાળકને મોબાઇલ આપ્યા બાદ દેખરેખ રાખવી જરૂરી સાબિત થઇ રહી છે. 


બનાસકાંઠાના ચામુંડા માતા મંદિરમાંથી મળી આવી સેંકડો વર્ષ જુની અલૌકિક મૂર્તિ, લોકોની દર્શનાર્થે પડાપડી


કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે તો સાથે નોકરી કરતા લોકો ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે કેટલું હિતાવહ તે પણ એક મોટો પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશી અને વિદ્યાર્થિની ભૂમિકા ડોબરીયાએ કરેલા સર્વેમાં કેટલીક ચોંકાવનારી બાબત સામે આવી છે. ઓનલાઇન શિક્ષણની આડમાં તરૂણ બાળકોને પોર્ન સાઈટ જોવાનો ચસ્કો વધ્યો હોવાનું આ સર્વે દરમિયાન સામે આવ્યું છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રિપોર્ટને આધારે પણ જાણવા મળ્યું છે કે, લોકડાઉન દરમિયાન ઇન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાની ઘેલછા વધુ છે. ભણવાના બહાને સતત મોબાઈલ હાથમાં હોવાથી બાળકો ન જોવાની વસ્તુઓ જુએ છે. આ સમયે ધૂમ્રપાન કરતા પણ ઘાતક સોશિયલ મીડિયાનું વ્યસન સમાજ માટે સાબિત થઈ રહ્યું છે.


સેકન્ડમાં ગાડી લીધી છે? તમામ ડોક્યુમેન્ટ હોવા છતા તે ચોરાયેલી ગણવામાં આવશે જો...


ઓનલાઇન ભણવાના બહાને તરુણ બાળકો દ્વારા જોવામાં આવતી પોર્ન સાઈટ માતા પિતા માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને કારણે માતા પિતાએ પણ તેના બાળક પર ખાસ નજર રાખવી આવશ્યક બની ગઈ છે. સામાન્યરીતે બાળકોને મોબાઈલ આપીને માતા પિતા પોતાની જવાબદારીમાંથી છૂટીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. જેનું પરિણામ ગંભીર આવી શકે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડાનું માનવું છે કે, આપણે ત્યાં મનોવિજ્ઞાન અંગે જાગૃતિનો અભાવ છે. જે દૂર થવો સમાજ માટે અત્યંત જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વે બાદ ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ સોશિયલ મીડિયાના આ વ્યસન સુધી બાળકો ન પહોંચે તે માટે માતા પિતાએ પણ જાગૃત થવું એટલું જ જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube