સ્નેહલ પટેલ/નવસારી: ભારત દેશમાં ચુંટણીને લોકશાહીના પર્વ તરીકે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે વાંસદા ખાતે એક બીએલઓ દ્વારા આ ચુંટણીને ધ્યાને લઈ મતદારોમાં જાગૃત્તા આવે તે માટે દાદાની ભેટ નામની એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આ શોર્ટ ફિલ્મમાં દિકરીનો જન્મ થી દિકરી 18 વર્ષની થાય છે. ત્યારે આ દિકરીના દાદા સૌથી પહેલા પોતાની દિકરીનું નામ મતદારયાદીમાં નોધાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં ઉમેદવારે વિચિત્ર રીતે ભર્યું ફોર્મ, એટલા નાણા આપ્યા કે ચૂંટણી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા


ત્યારબાદ દિકરીના લગ્ન થાય છે. એ સમયે આ દિકરીને તેના દાદા ચુંટણી કાર્ડ આપે છે અને ત્યારબાદ સાસરે મોકલે છે. આ શોર્ટ ફિલ્મ બનાવવા પાછળનો મુખ્ય હેતુ છોકરો કે છોકરી જયારે 18 વર્ષના થાય ત્યારે તેઓ સૌથી પહેલા મતદાર યાદીમાં પોતાનુ નામ નોધાવે અને મતદાન કાર્ડ મેળવે અને તમામ ચુંટણીઓમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદર બને તેવો છે. 


ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી, પાટીદારોએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી


આ શોર્ટ હાલ જિલ્લા કક્ષાએ બેસ્ટ સાબિત થઈ છે. જેને રાજય કક્ષાએ સીઓ ઓફીસમાં પણ મોકલવામાં આવી છે. ત્યારે આ શોર્ટ ફિલ્મનો આવનાર સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કેમ્પેઈંનમાં પણ ઉપયોગ થાય તો નવાઈ નહી. જો કે હાલ તો આ ફિલ્મ સરકારને મોકલી આપવામાં આવી છે. આ અંગે સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube