રાજકોટ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિવસ છે. જેના કારણે તેમના જન્મદિવસ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ દાદા સામે અમિતશાહ માટે આયુષ્ય મંત્રજાપ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના નિરોગી સ્વાસ્થય અને દિર્ધાયુ માટે વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાહ સોમનાથ મહાદેવમાં વિશેષ આસ્થા ધરાવે છે. તેઓ ગુજરાત પ્રવાસે આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી સોમનાથ દર્શન કરવા માટે જઇ શકે તેવો તેમનો પ્રયાસ રહેતો હોય છે. આ ઉપરાંત તેઓ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં પણ સભ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 વર્ષ પહેલાં હતો એક મનોરોગી, આજે છે એક લેખક-કવિ, દિલચસ્પ છે સતિષની કહાની

અત્રે ઉલ્લેખનીય છેકે, હાલમાં અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. નવરાત્રીમાં તેઓએ પોતાનાં કુળદેવી બહુચરાજી માતાના પણ દર્શન કર્યા હતા. અમિત શાહનો આજે જન્મદિવસ હોઇ તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદી દ્વારા પણ તેમને જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે, અમીત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ. આપણો દેશ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે. જેના કારણે તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. ભાજપમાં તેમનું યોગદાન પણ સ્મરણીય છે. ઇશ્વર તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થય જીવનના આશીર્વાદ આપે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube