* એસ જી હાઇવે પર કાર પલટી ખાઈ
* અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યાં
* સીસીટીવીમાં સમગ્ર ઘટનાક્રમ કેદ થયો

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાવેદ સૈયદ/અમદાવાદ : આજે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર એક કાર પૂરપાટ દોડતા અચાનક ફંગોળાઈ ગઇ હતી. અચાનક કાર કોઈ કારણસર આગળનું ટાયર ચોંટી જતા ગાડી પલટી ગઇ હતી. ઘસડાતી ઘસડાતી ગાડી ફૂટપાટના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ કૂદીને પલટી મારી ગઈ હતી. સાઈન બોર્ડ સાથે અથડાઈને કાર પલટી ગઈ હતી તેવું આસપાસ હાજર લોકોએ જણાવ્યું હતું. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.


વાવનાં MLA ગેનીબેનનું જ્ઞાન ફરી છલકાયું: શેરબજાર કરતા વધુ ગાબડા કેનાલોમાં પડે છે


કારનો અકસ્માત થતાં તેનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને કાચ ફૂટી ગયા હતા. જ્યારે સાઈન બોર્ડના થાંભલા પણ તૂટી ગયા હતા. કાર ડિવાઈડર પર ચડી જતા આસપાસથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એસજી હાઈવે પર ઈસ્કોન તરફથી ગાંધીનગર તરફનો એસજી હાઈવે પર ટ્રાફિક જતો દેખાય છે. ત્યારે એક કારઅચાનક આગળથી વળવા લાગે છે અને સરકતી સરકતી રોડની સાઈડમાં જાય છે. કાર અચાનક જ ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ફંગોળાવવા લાગે છે. ફંગોળાતી કાર હવામાં હોય છે ત્યારે તેની આસપાસ વાહનો જતા દેખાય છે ઉપરાંત કારની જરાક જ એક સાયકલ સવાર જતો દેખાય છે. સદનસીબે તેનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાક્રમમાં કારમાંથી બે શખ્સ ઉપરથી બહાર નીકળતા દેખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube