રાજકોટ : શહેરમાં ગવલીવાડમાં કોલેજવાડી-2માં રહેતો અને ધોરણ 10મો અભ્યાસ કરતો તરૂણ પોતાનાં ઘરે એકલો હતો. ત્યારે રૂમ બંધ કરીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ગઇકાલે તરૂણને તેના પિતાએ શાળાએ લઇ જવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ તેનો પરિવાર એક સામાજીક પ્રસંગમાં ગયા હતા તે સમયે જ વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હતું. આપઘાતના કારણથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર દ્વારા ઉત્તમ બજેટ રજુ કરાયું, ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME પર ખાસ


ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોલેજવાડી-2 માં રહેતા આદીત્ય શનીભાઇ રાઠોડ નામના તરૂણે પોતાના ઘરે સાંજના સમયે ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આદિત્ય બહેનનો એક માત્ર ભાઇ હતો. બહેનથી નાનો હતો. તેના પીતા LIC માં કામ કરતા હતા. ધોરણ 10માં ધોરણની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. તેની બહેનની હાલમાં જ સગાઇ થઇ હતી. જેથી તે પોતાનાં ભાવિ પતિ સાથે ફરવા માટે ગઇ હતી. પરિવાર નજીકમાં આવેલા પ્રસંગમાં ગયા હતા. 


સેંકડો લોકોએ રસી લીધી કોઇને આડઅસર નહી, સિવિલમાં આવેલા પોલીસ કર્મચારી સ્વસ્થ


ગઇકાલે સાંજે પાડોશીઓએ જોયું તો ઘરમાં આદીત્યના પગ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. તુરંત જ તેના પિતાને જાણ કરીને તેઓ ઘરે દોડી ગયા હતા. આદીત્યને ઉતારીને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જો કે ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આદિત્યનાં મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પિતાએ માત્ર શાળાએ જવાની નાનકડી એવી બાબતે ઠપકો આપતા જ કિશોરે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube