Loksabha Election 2024: રાજા રજવાડાઓ પર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજપુતો અને ક્ષત્રિયોમાં ભડકેલી આગ હજુ કાબૂમાં આવી નથી, એવામાં હવે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદનથી ફરી વિવાદનો મધપુડો છંછેડાય ગયો છે. ભાજપના તમામ નેતાઓ અને ક્ષત્રિય અને હિંદુત્વનું અપમાન ગણાવી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિયો પણ રાહુલના નિવેદન પર આક્રામક બન્યા છે અને માફીની માગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવી દેવાશે'


  • રાજા રજવાડાઓ પર આ નવા વિવાદનો નવો અધ્યાય છે..

  • શું રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિયો માટે આ ડાયવર્ઝનનો રૂટ છે..?


ગુજરાતના માથે સફેદ કલંક! સતત બીજા દિવસે 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા


રાહુલ ગાંધીના નિવેદનથી ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વિરોધનો ક્ષત્રિયોના રૂટનું ડાયવર્ઝન થઈ ગયું. રાહુલ ગાંધીના આ નિવેદનને પ્રધાનમંત્રી મોદીએ સૌથી પહેલાં ઉઠાવ્યું અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉપયોગ કર્યો. પીએમ મોદીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે રાહુલે રજવાડાઓનું અપમાન કર્યું. રાહુલ ગાંધી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિવેદન બાદ સૌથી પહેલાં ગુજરાત ભાજપમાંથી ધડાધડ પ્રતિક્રિયાઓ આવવા લાગી. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર તૃષ્ટિકરણનો આરોપ લગાવ્યો સાથે સાથે રાજા રજવાડાઓના અપમાનનો પણ આરોપ લગાવ્યો.


ગજબના બે કિસ્સા! મા ગમે તે કામમાં વ્યસ્ત હોય પણ તેનુ ત્રીજું નેત્ર બાળક પર હોય છે!


ભાજપના નેતાઓની પ્રતિક્રિયા બાદ ગુજરાતમાંથી ક્ષત્રિય આગેવાનોની પણ રાહુલના નિવેદન પર પ્રતિક્રિયાઓ આવી. ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના નિવેદનને અયોગ્ય ગણાવીને વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાં વધતો ક્ષત્રિયોનો રોષને જોઈને આ મુદ્દા પર કોંગ્રેસની પ્રતિક્રિયા તો આવી પરંતુ, કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું નિવેદન યોગ્ય ગણાવ્યું એટલું જ નહીં રાહુલ ગાંધીના નિવેદનના વીડિયો સાથે ભાજપે છેડછાડ કરી હોવાનો આરોપ લગાવ્યો.


શક્તિસિંહના નિવેદન બાદ પાટીલનો પલટવાર; 'આંચકી લેવાની માનસિકતા અમારી નહીં પણ....'


પરશોત્તમ રૂપાલના વિરોધ વચ્ચે ક્ષત્રિયો માટે રાહુલ ગાંધીનું નિવેદન પણ વિરોધનુ કારણ બન્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ નિવેદનો સામે ક્ષત્રિય સમાજ કઈ રીતે વિરોધ કરશે અને રાહુલ ગાંધી પોતાની વાત પર માફી ક્યારે માગશે.