ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ મનિષ દોશીએ કર્યો એક આઇરટીઆઇની માહિતીનો આધાર લઇ મનિષ દોશીએ કહ્યુ કે, વર્ષ ૨૦૦૮-૦૯માં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૯૧૪૫૪૨ હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને ૫૨૯૬૮૨૧ થઇ માત્ર ૧૦ વર્ષ માં ૬ લાખ ૧૭ હજાર ૮૨૧ વિદ્યાર્થી સરકારી શાળામાં ઘટ્યા છે. છેલ્લા 10 વર્ષમાં વિદ્યાર્થીઓના ઘટતા આંકડા પર નજર કરીએ નજર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી પ્રાથમિક શાળામાં ભરતી થયેલા બાળકોની યાદી


વર્ષ બાળકોની સંખ્યા
2008-09 59,14,542
2009-10 57,94,737
2010-11 58,13,213,
2011-12 58,80,522
2012-13 61,03,442
2013-14 59,63,267
2014-15 58,01,899
2015-16 56,68,877
2016-17 54,92,893
2017-18 52,96,821

જુઓ LIVE TV



સરકારી શાળમાં બાળકોની ઘટી રહેલી સંખ્યા અંગે મનિષ દોશીએ સરકાર અને શિક્ષણ વિભાગ પર માછલાં ધાયા તેમણે કહ્યુ કે, સરકારી શાળામાં સુવિધા અને શિક્ષકોમાં ઘટાડો થયો જેથી વાલીઓનો સરકારી શાળા પરથી ઊઠી રાહ્યો છે. ભરોસો વર્તમાન સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી ગંભીર છે તે આ આંકડા દર્શાવે છે. રાજ્યની ભાજપા સરકાર સરકારી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.