Gujarat Cyclone: ગુજરાતમાં ફરી એકવાર હળવા વાવાઝોડાનું સંકટ આવ્યું છે, ગુજરાતવાસીઓને ભારે ગરમીથી રાહત મળવાની છે, પરંતુ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાના છે. ત્યારે આગામી 7 દિવસ ક્યાં છે ભારે પવનનું સંકટ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Down: સર્ચ એન્જિન સહિત Googleની તમામ સેવાઓ ઠપ્પ! દોઢ કલાકમાં 1 હજારથી વધુ ફરિ


  • ગુજરાતમાં ફૂંકાશે 40થી 50 KMની ઝડપે પવન!

  • ધૂળની ઉડશે ડમરીઓ!

  • દરિયામાં ઊંચા ઉછળશે મોજા! 

  • પતરા ઉડશે અને હોડિંગ્સ થશે ધરાશાયી!

  • ગુજરાતમાં ફરી આવી રહ્યું છે વાવાઝોડું!


શું ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું? ચોમાસા પહેલા મંડરાઈ રહ્યું છે સંક્ટ


ગુજરાતવાસીઓ હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે ગરમીમાંથી તો રાહત મળવાની છે, પણ ગુજરાતીઓએ ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હા...ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ છે, આગામી સાત દિવસ વાતાવરણ સુકુ રહેશે, પરંતુ 25થી 30 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને જેના કારણે દરિયામાં કરંટ અને મેદાની વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે.


  • સાવધાન, ગુજરાતમાં આવે છે વાવાઝોડું!

  • ગુજરાતમાં ભારે પવન સાથે ઉડશે ધૂળની ડમરીઓ!

  • ગુજરાતના દરિયામાં ઊંચા ઉછળશે મોજા!

  • છાપરા ઉડશે, હોડિંગ પડશે, પતરાં ફંગોળાશે!

  • દરિયા કાંઠે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત! 

  • માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના


ભારતનો પહેલો કિસ્સો! પ્રાઈવેટ પાર્ટમા 1 કિલો સોનું સંતાડીને લાવી એર હોસ્ટેસ, શેપ જોઈ


ગરમીનો પારો સતત નીચે જઈ રહ્યો છે, પરંતુ વાવાઝોડાના સંકટને કારણે દરિયા કાંઠાના વિસ્તારમાં એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. તો શહેરમાં ભારે પવનના કારણે ધૂળની જે ડમરીઓ ઉડશે તેનાથી વાહન ચાલકોને સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે. સુરતમાં ડીઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવાયું છે. મામલતદાર સહિતની ટીમ તૈનાત કરાઈ છે અને આ ટીમને સ્ટેન્ડ બાય રહેવા માટે સુચના આપવામાં આવી છે. આ વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને ઉઠાવવું પડી શકે છે.


  • આવે છે વાવાઝોડું!

  • દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પવનની ગતિ 40 KM પ્રતિકલાકની રહી શકે 

  • ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડશે, વાહન ચાલકોને સાવચેત રહેવા સુચના 


સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણની ટીપ લેતા હોય તો સાવધાન! કેવી રીતે થાય છે ફ્રોડ


ભારે પવન સાથે વંટોળની આગાહીને કારણે નવસારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. દાંડી અને ઉભરાટના દરિયાકાંઠે લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. પવનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠે 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. તો દરિયા કાંઠે પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગ્રામ્ય સ્તરે TDO અને તલાટીને સતર્ક રહેવા સુચના અપાઈ છે.


  • આવે છે વાવાઝોડું! 

  • નવસારીના દરિયાકાંઠે 50 KM પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

  • માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ 

  • દરિયા કાંઠે પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવાયો 


કોઈ સપનું ચમત્કારથી પૂરું થતું નથી! મહેસાણાના મયુર બારોટે એ સાબિત કરી બતાવ્યું કે...


વલસાડમાં પણ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. તિથલનો દરિયા કાંઠો સહેલાણીઓ માટે બંધ કરીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દરિયામાં ન જવા માટે માછીમારોને સુચના આપવામાં આવી છે. જ્યારે જ્યારે વાવાઝોડુ આવે ત્યારે ત્યારે તે વિનાશ વેરીને જતું હોય છે, જો કે ગુજરાતમાં હાલ જે આગાહી કરવામાં આવી તે હળવું વાવાઝોડું છે, પરંતુ કાચા મકાન, છાપરા અને પતરા ઉડવાની પુરેપુરી સંભાવના છે. સાથે જ દરિયામાં મોજા પણ ઉછળી શકે છે તેના કારણે જ હાલ તંત્રએ અગમચેતીના ભાગ રૂપે તમામ કામગીરી આરંભી દીધી છે.