ઝી બ્યુરો/દ્વારકા: ખંભાળિયા શહેરમાં અજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ પુત્રનું અપહરણ કરતાં ગુન્હો નોંધાયો છે. ત્યારે આવો જોઈએ કે ક્યાં કારણસર સગા પિતાએ પોતાના જ પુત્રનું અપહરણ કરવું પડ્યું. ખંભાળિયા જેવા શહેરમાં અપહરણની ઘટના સામે આવી હતી. પોલીસ મથકે આ અંગે જાણ થતાં પોલીસ દોડતી થઇ હતી, પણ આ અપહરણ અન્ય કોઈએ નહિ પણ પિતાએ પુત્રનું અપહરણ કર્યા હોવાની વિગતો સામે આવતા શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્જાયું શક્તિશાળી વાવાઝોડું! શું ગુજરાતમાં અસર થશે? 215 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન


પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લામાં પોલીસ વિભાગમા ફરજ બજાવતા પોલીસ કર્મીએ 7 લોકોને સાથે રાખીને આ અપહરણને અંજામ આપ્યો હતો. ખુદ પોલીસ કર્મચારીએ આ પ્રકારને ગુનાને અંજામ આપતા જિલ્લામાં ખખીમાં ચર્ચા જાગી હતી. 6 વર્ષના પોતાના જ પુત્રનું અપહરણ પિતાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જ્યદત સિંહ સતુભા વાઘેલા અને તેમના 7 જેટલા સાગરીતો સાથે આ ગુન્હાને અજામ આપ્યો હતો. 


કોઈ યુવતીની છેડતી કરતાં વિચારજો! આ રીતે ચણિયાચોળીમાં ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ


આરોપી જયદતસિંહની પત્ની એ 8 મહીના પહેલા જ આપઘાત કર્યો હતો આરોપીએ તેમની પત્ની સાથે ઝગડો કરી 6 વર્ષથી વધુ સમયથી તરછોડી દીધેલ હતી. પત્ની સાથે વિખૂટા પડેલા જયદતસિંહ ને લગ્ન જીવનમાં પોતાના પુત્રને પામવાની જીદ ઉપડી હતી. આરોપી ને 6 વર્ષ બાદ પુત્ર ની યાદ આવી હોય પુત્રના જન્મ સમયે કે પત્નીના અવસાન સમયે હાજર ન રહેનાર જયદતસિંહ વાઘેલાને આખરે 6 વર્ષે પોતાનો પુત્ર યાદ આવ્યો અને એનો કબ્જો પણ એવી રીતે લેવા આવ્યા જેમ કોઈ ગુન્હેગારો આવે છે તેઓ ગુન્હો કરવા પ્રગટ થયા અને સાંજના સમયે મામા સાથે બહાર જઈ રહેલા 6 વર્ષ ના ભાણેજને ફોર વ્હીલ કારમાં અપહરણ પોતાના પિતાએ અન્ય સાગરીતો સાથે મળીને કર્યું. 


નાપાક પાકિસ્તાનનો એક પાક બંદો! દુબઈમાં ગુમ થયેલું ગુજરાતીનું હીરાનું બ્રેસલેટ પાછું
'
અપહરણની ઘટનાના પગલે દ્વારકા જિલ્લા પોલીસએ રાજકોટ નજીકથી આરોપીએને ગણતરીની કલાકોમાં પકડી અપહરણની ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીને તાત્કાલિક ઝડપી પાડયા અને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ માટે આ અપહરણ ને અંજામ આપનાર ખુદ એક પિતા હોય અને પોલીસ માં ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસ તમામ આરોપી અને ગાડીને કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...


આરોપીઓના નામ
(૧) જયદતસિંહ સતુભા વાધેલા ઉવ.૩૨ ધંધો- નોકરી રહે. પુનીત એપાર્ટમેન્ટ, અમદાવાદ (બાળકના પિતા)
(૨) મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાધેલા ઉવ.૩૮ ધંધો-ડ્રાઇવીંગ રહે.જોગેશ્વર રોડ, અમદાવાદ
(3) અજયભાઇ ધીરૂભાઇ વૈષ્ણવ ઉવ.૩૪ ધંધો-વેપાર રહે. જોગેશ્વર રોડ, અમદાવાદ
(૪) વેદાંગભાઇ કમલેશભાઇ ઠાકર ઉવ.૨૪ ધંધો-નોકર આનંદ સાસાયટી અમદાવાદ
(૫) યશપાલસિંહ પ્રતાપસિંહ સોલંકી ઉવ.૩૫ ધંધો-બ્લોકર રહે.લીંબડી જી.સુરેન્દ્રનગર
(૬) હરેશભાઇ જહાભાઇ ભુવા ઉવ.૩૭ ધંધો-માલધારી રહે.લીબડી જી.સુરેન્દ્રનગર
(૭) બીપીનભાઈ મેરાભાઈ મકવાણા ઉવ.૩૧ ધંધો-પ્લમ્બર રહે.ગોગેશ્વર રોડ, અમદાવાદ