મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદની ઝોન 7 LCB ટીમે ઘરફોડ ચોરી કરતા એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી બક્સુઅલી સૈયદ નામના આરોપીની ઝોન 7 LCB ની ટીમને બાતમી મળતા વેજલપુર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા એક નહિ બે નહી પરંતુ અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. જો કે ચોર ખુબ જ વિચિત્ર રીતે ચોરી કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતને કોરોનાની ત્રીજી લહેરથી કોઇ નહી બચાવી શકે? ઓમિક્રોનનાં 30 સહિત કુલ 111 કેસથી ફફડાટ


આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી બક્સુંઅલી સૈયદ અને તેનો સાગરીત જે વિસ્તારમાં રહે તેજ વિસ્તારના આસપાસના મકાનોને ટાર્ગેટ કરતા હતા. આસપાસમાં જે મકાન ખાલી દેખાય તે દિવસે બંને જણા સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ચોકાવનારી બાબત તો એ છે કે પકડાયેલ આરોપી બકસુઅલી એ તો તેના પડોશમાં જ આવેલા મકાનમાં ચોરી ને અંજામ આપ્યો હતો. 


ગુજરાતમાં પોલીસની બુટલેગરોને ઓફર! : ‘તમે ખાલી ઓર્ડર લો દારૂ અમે પહોંચાડી દઇશું’


જોકે હાલ તો પોલીસે વેજલપુર , દેહગામ અને ચિલોડા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાથેજ પોલીસે આરોપી પાસેથી 6 લાખથી વધુ કિંમતનો ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. અને સાગરીત વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે, ચોરની એમઓ જાણીને પોલીસ પણ હવે લોકોને અપીલ કરી રહી છે કે, પાડોશીનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube