જયેન્દ્ર ભોઇ/હાલોલ: સુરતથી પ્રવાસમાં હાલોલ આવેલા આવેલા એક વિદ્યાર્થીનું પથ્થર સાથે સેલ્ફી લેતા પથ્થર પર પડવાથી એક વિદ્યાર્થીનું મોત થયું છે. હાલોલ તાલુકાના દેવ ડેમ નજીક આવેલા ઇકોટુરિઝમમાં પ્રવાસમાં આવેલા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પથ્થર પર પટકાતા વિદ્યાર્થીને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની સુમન હાઇસ્કૂલના 101 જેટલા વિદ્યાર્થીને લઇને શાળાના સંચાલકોએ હાલોલનો પ્રવાસે આવ્યા હતા. જયાં ધોરણ 10માં ભણતો પંડ્યા મિલન નામનો વિદ્યાર્થી પથ્થર સાથે સેલ્ફી લેવા માટે પથ્થરમાં બાંધેલ તાર પગમાં ભરવાઈ જતા પથ્થર વિદ્યાર્થી પર પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં શિક્ષકોની મોટી લાપરવાહી સામે આવી હતી.


વડોદરા: BMW કારે ત્રણ વાહનોને ફંગોળ્યા, ચાલક થયો ફરાર


વિદ્યાર્થીઓને એકલા મુકવાથી વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના બની હોનાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે હાલોલ રૂલર પોલીસે આકસ્મિત મોટને ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. અને મૃત બાળકને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.