ફિલ્મના કોઈ મુદ્દાને લઈને ગુજરાતમાં હત્યા! મિત્રએ જ મિત્રનું ગળું દબાવી ઉતારી દીધો મોતને ઘાટ
તાપી જિલ્લાના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવકની ગત તારીખ 13 માર્ચના રોજ શંકાસ્પદ લાશ તેના ઘરમાંથી મળી આવી હતી, જેમાં પોલીસે પીએમ કરાવતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
નરેન્દ્ર ભુવેચીત્રા/તાપી: આપને વિશ્વાસ આવે કે ફિલ્મ બાબતે મામલો હત્યા સુધી પહોંચી જાય... હા, આ વાત સાચી સાબિત થઈ છે. જેમાં મિત્રએ મિત્રની ફિલ્મ બાબતે હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસની કેટલાય દિવસો સુધી ચાલેલી ઘનિષ્ટ તપાસમાં હત્યારા મિત્રની કરતૂત બહાર આવી અને હત્યારો મિત્ર પોલીસ હાથે લાગી ગયો હતો.
ગુજરાતમાં અહેમદ પટેલના પરિવારને બલિનો બકરો બનાવશે કોંગ્રેસ! ભાજપનો ગઢ છે આ બેઠક
19 વર્ષીય પરપ્રાંતીય હત્યારાને ઝડપી લીધો
તાપી જિલ્લાના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવકની ગત તારીખ 13 માર્ચના રોજ શંકાસ્પદ લાશ તેના ઘરમાંથી મળી આવી હતી, જેમાં પોલીસે પીએમ કરાવતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં સીઆઇટીવી સહિત મોબાઈલ સર્વેલન્સ જેવી ટેક્નિકલ કડીઓને મેળવી 19 વર્ષીય પરપ્રાંતીય હત્યારાને ઝડપી લીધો હતો.
શરમ કરો! ગુજરાતમાં ભાજપનો ફફડાટ, કોંગ્રેસીએ નામ જાહેર થયા બાદ મેદાન છોડી દીધું
કોઈ ફિલ્મને લઈ કોઈક મુદ્દા પર ઝગડો થયો..
તાપી જિલ્લાના ડોલવણ ગામે 13 માર્ચના રોજ 24 વર્ષીય યુવક અંકુર ચૌધરીની લાશ મળી આવી હતી. જેમાં પોલીસે પીએમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી તેનો જ મિત્ર નીકળતા ચકચાર મચી જવા પામી છે, જેમાં મૃતક અને આરોપી દિશિલ રાજુ ખટીક જેઓ બંને મિત્રો હોય જેઓ મૃતકના ઘરે હતા. જ્યાં કોઈ ફિલ્મને લઈ કોઈક મુદ્દા પર ઝગડો થયો હતો અને આરોપી દિશિલ રજૂ ખટીક આવેશમાં આવી જઈ મૃતકનું ગળું દબાવી દીધું હતું અને ટેબલ સાથે પછાડી દેતા મરનાર યુવક નું મોત થયું હતું. બાદમાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
"મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી",ગુજરાતમાં બીજી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
નજીવી બાબતને લઈને મિત્રએ કરી મિત્રની હત્યા
પોલીસની ઝીણવટભરી તપાસમાં એક સપ્તાહમાં અનડિટેકટ ગુના પરથી પરદો ઊંચકાયો અને આરોપી મિત્રની પોલીસે ધરપકડ કરી હતી. હત્યા બાદ ડોલવણ ગામના લોકોમાં પરપ્રાંતીય લોકો સહિત પોલીસ કામગીરીને લઈને રોષ ફેલાયો અને દેખાવો કર્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓની દરમ્યાનગીરીથી મામલો હાલ પુરતો થાળે તો પડ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ગંભીર ગુના મામલે પોલીસે ગંભીરતા દાખવવી જરૂરી બની ગયું છે.
આંધી વંટોળ ફૂંકાતા અફરાતફરીના દ્રશ્યો; બધું પત્તાની જેમ હવામાં ઉડ્યું, VIDEO વાયરલ