સમીર બલોચ/અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના એક શિક્ષકે શાળાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અસલી ખેલ તો હવે શરૂ થશે; જાણો અંબાલાલ પટેલની ઘાતક અતિવૃષ્ટીની આગાહી


આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, શામળાજી ભિલોડા રોડ ઉપર શામલપુર ગામની સીમમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા વિજયનગરના ડગલા ગામના શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા નામના શિક્ષકે આ જ સ્કૂલ કેમ્પસમાં ફરજ બજાવતી શિક્ષિકાને વિશ્વાસમાં લઈને બે દિવસ અગાઉ સાંજે પોતાની બાઇક પર બેસાડી ખોડંબાથી કુસકી તરફના રોડ ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 


BIG BREAKING: ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલીના આદેશ, જાણો કોને ક્યા મળી પોસ્ટ


ત્યારબાદ શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શિક્ષિકાએ શિક્ષક વિરુદ્ધ મોડાસાના ટીંટોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે આધારે પોલીસે વિજયનગરના ડગલાના લંપટ શિક્ષક શિક્ષક અર્જનસિંહ ધનજીભાઈ સિસોદિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડે હાથ ધરી છે. 


ગુલ્લીબાજ તલાટીઓ સાવધાન! વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો, જાણો શું કર્યો મોટો આદેશ


જોકે શિક્ષિકાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી શિક્ષકને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. પરંતુ શિક્ષણ જગતને કલંક લગાડતી આ ઘટના બાદ શિક્ષણ વિભાગ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. 


આ તક છોડવા જેવી નથી! ગુજરાત સરકારે ફરી ઉમેદવારો માટે ખોલ્યો સરકારી નોકરીનો પટારો