ગાંધીનગરઃ ગુજરાતમાં આજે શિક્ષકોના વિરોધ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા રાજ્યવ્યાપી સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંઘો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સોમવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ હતુ કે, આ સર્વેક્ષણ ફરજીયાત નથી. જે શિક્ષકો ઈચ્છે તે ભાગ લઈ શકે છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સોમવારે વિવિધ શિક્ષક સંઘો અને શિક્ષકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષક સંઘ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ સોમવારે આ બાબતે મીડિયા સાથે પણ વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ યથાવત રહેશે
રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં આજે એટલે કે 24 ઓગસ્ટે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને તેમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવો સ્પષ્ટ મત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કર્યો હતો. શિક્ષણમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે 1.18 લાખ શિક્ષકોએ આ માટે સંમતિ આપી છે. 


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના થઇ રહેલા વિરોધને નિરર્થક વિરોધ ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે-ફરજિયાત નથી. એટલું જ નહિ, તે કોઇ કસોટી કે પરીક્ષા સ્વરૂપે નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ.


આ પણ વાંચોઃ Corona સામે ગુજરાતની લડત બની મજબૂત, છેલ્લા 23 દિવસમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા


શિક્ષક સંઘે કર્યો છે બહિષ્કાર
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘનો દાવો છે કે 95 ટકા શિક્ષકોએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. જો કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકો માટે મરજિયાત હોવાની સ્પષ્ટતા રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કરાઈ છે. પરંતુ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સર્વેક્ષણનું સમર્થન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 1થી 8ના અંદાજે બે લાખ જેટલા શિક્ષકોએ સર્વેક્ષણનો ભાગ બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. 


રાજ્યમાં પ્રથમવાર શિક્ષક સજ્જતા પરીક્ષા લેવાનો વિરોધ થઈ રહ્યો છે. આ અંગે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ પ્રદેશ અધ્યક્ષે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. શિક્ષકો HTAT, TAT, PTC, બી.એડ., સ્નાતક અને અનુસ્તાક થયા બાદ શિક્ષકો પસંદગી પામતા હોય છે ત્યારે શિક્ષકો માટે આ સર્વેક્ષણ તેમને છેતર્યા, તેમનું અપમાન કરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વેક્ષણ ફરજીયાત પરીક્ષા હોય એવું લાગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube