રાજકોટ : અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણ્યા વ્યક્તિઓ ત્રણ મહિનાના બાળકને મુકીને જતા રહ્યા હતા. આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા. 108ને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે માહિતી મળતા ટીમ તત્કાલ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બાળકને રાજકોટ કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુવાડવા પોલીસ સ્ટેશનની અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. બાળકને તાવ અને શરદી હોવાથી 108 EMT ધનજી પરમાર અને પાયલોટ પુનિત વ્યાસે બાળકને રાજકોટની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લોકોએ બાળકને મુકી જનારા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે. આ અજાણ્યા પરિવાર વિરુદ્ધ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકને મુકી જનાર વ્યક્તિ કોણ છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. 

16 દિવસ પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર નંદાહોલ પાસે આવેલી છગનબાપાની વાડીમાં ખેતમજુરી કરતા ગેલાભાઇ ગાયોને હાંકવા ગયા હતા. તે સમયે અવાવરૂ જગ્યાએ એક ગોદડાનું પોટલું દેખાણું હતું. ગોદડાની અંદર એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. હેબતાઇ ગયેલા શ્રમિક ગેલાભાઇએ મૃત નવજાત શિશુ અંગે તુરંત જ 108ની ટીમને જાણ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube