જયેશ દોશી/કેવડિયા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અગાઉ 2 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હતી, એ બાદ 2 જી જાન્યુઆરીએ ફરી 10 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 જી ફેબ્રુઆરી 2020 ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિ દીઠ વ્યુઇંગ ગેલેરી જવા માટે એક્સપ્રેસ ટિકિટના 1030 રૂપિયા નક્કી કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનેટ વેલફેરની માટે ઉમેદવારો તૈયાર પરંતુ કોઇ ચૂંટણી કરાવવા માટે તૈયાર નથી


દિલ્હીથી આવેલા 10 જેટલા પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેનિગ કરાવી રહ્યા હતા.દરમિયાન એમની ટિકિટ પર એ દર 1260 રૂપિયા હોવાનું સ્ટાફ અને પીએસઆઇ કે.કે.પાઠકને જણાઇ આવ્યું હતું, જોકે પ્રવાસીઓને તો અંદર જવા દેવાયા હતા પણ હાજર સ્ટાફે આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદાર નિલેશ દુબેને જાણ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ દ્વારા ટિકિટના PDF ફોર્મેટમાં કિંમત સાથે છેડછાડ કરી 1030 ની જગ્યાએ 1260 કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.આ મામલે કેવડિયા પોલીસે અમદાવાદ નારણપુરાની રાવ ટ્રાવેલ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube