ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...
Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે જાણી લેવુ જરૂરી છે, આ માહિતી થકી તમે તમારા બાળકોને સંક્રમિત થતા બચાવી શકો છો
Chandipura Virus : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મોત પણ થયા છે. બાળકો પર સીધા પ્રહાર કરતા આ વાયરસથી આરોગ્ય તંત્ર હરકતમાં છે. સરકાર પણ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. ત્યારે કયો છે આ વાયરસ?, કેટલો છે તે ઘાતક?, અત્યાર સુધી વાયરસથી શું શું થયું?
- કોરોના પછી આવ્યો ખતરનાક વાયરસ
- આ જીવલેણ વાયરસથી રહેજો સાવધાન
- તમારા બાળકને ખુબ સાચવીને રાખજો
- લક્ષણો છે સામાન્ય પણ છે જીવલેણ!
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મચ્યો છે હાહાકાર
કોરોનાનો એ કપરો કાળ કોણ ભૂલી શકે?...ભગવાન કોરોના જેવો સમય ક્યારેય પાછો ન લાવે...વ્યક્તિની કેવી સ્થિતિ હતી એ તો જેના પર વિતી એ જ જાણે...પરંતુ કોરોના જેવો જ વધુ એક ખતરનાક વાયરસ હાલ ગુજરાતના કેટલાક જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસ બાળકોને ટાર્ગેટ કરે છે. સમયસર સારવાર ન મળે તો જીવ પણ લે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં કેટલાક બાળકો આ વાયરસને કારણે મોતને ભેટ્યા છે.
કૃષ્ણની દ્વારિકા નગરી પાણીમાં સાચુકલી ડુબી, બે કલાકમાં 11 ઈંચ વરસાદથી ભયાવહ દ્રશ્યો સર્જાયા
દેશના આ મંદિરની નીચે છુપાયેલો છે ખજાનો, સેટેલાઈટ તસવીરોએ આપ્યા સંકેત