ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતના પોલીસ ખાતાની સૌથી મોટી ખબર; હવેથી ASIની સીધી ભરતી રદ, નિયમમાં ફેરફાર


રાજ્યમાં હાલમાં જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 મળીને કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલાં ખેલાડીઓને  નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. અમરેલી, આણંદ ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થનાર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા  વોલીબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની  રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.



આગામી 12 કલાકમાં ગુજરાતના કેટલાંક ભાગોમાં સર્જાશે પૂરની સ્થિતિ! આ આગાહીએ ચિંતા વધારી


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પેરિસ ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક 2024માં દેશના ખેલાડીઓ સાતત્યપૂર્ણ પ્રદર્શન થકી દેશને વધુને વધુ મેડલ અપાવવા મહેનત કરી રહ્યા છે. ઓલિમ્પિક અને  પેરાલિમ્પિક 2024માં ગુજરાતના કુલ 5 ખેલાડીઓ આંતરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. આવનારા સમયમાં નવા બનનારા 35 સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેકગણી વધવાની આશા છે.



અમદાવાદથી મહેસાણા વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈ-વેની શું હશે ખાસિયતો?


છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. જેના લીધે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. 'શક્તિદૂત' જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવધ રમતોના 64 ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે.



અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો! ભારતીય અંગદાન દિવસે ગુજરાતને કુલ 6 એવોર્ડ, સિવિલમાં..



સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ


  • - તાલીમ અને કોચિંગ સપોર્ટ

  • - હાઇપરફોર્મન્સ સેન્ટર

  • - સિન્થેટિક એથ્લેટિક ટ્રેક

  • - સ્ટ્રેન્થ એન્ડ એન્ડયોરન્સ રૂમ

  • - સાયકોલોજી રૂમ

  • - સ્ટીમ સોના રૂમ એન્ડ કન્સલ્ટેશન રૂમ

  • - હાઇપરફોર્મન્સ જિમ

  • - જકુઝી

  • - મલ્ટી પર્પઝ હોલ

  • - હોસ્ટેલ સુવિધા

  • - ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ

  • - ચેન્જ રૂમ

  • - કલાઇમ્બિંગ વોલ

  • - ડોર્મીટરી

  • - શૂટિંગ રેન્જ

  • - ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર



ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમારી દિનચર્ચામાં સામેલ કરો આ 4 યોગાસન, થશે ફાયદો



સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ


  • - નાણાકીય સહાય 

  • - શિક્ષણ સુવિધા

  • - ડાયટ 

  • - ટુર્નામેન્ટ એક્સપોઝર

  • - હોસ્ટેલ સુવિધા

  • - સ્ટાયપેન્ડ 

  • - અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્પોર્ટ્સ કિટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ 

  • - પરફોર્મન્સ રિવ્યૂ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ

  • - ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ નર્ચરિંગ