વાવઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે ગુજરાતની વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બનતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હવે તેના પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત સાથે રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. હવે આ સીટ પર ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે થશે મતદાન
કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતદાન થશે. આ સીટ પર ગેનીબેન ઠાકરો 2017માં પ્રથમવાર અને 2022માં બીજીવાર જીત મેળવી હતી. ત્યારબાદ ગેનીબેને લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. લોકસભામાં ચૂંટાયા બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકરે પોતાનું રાજીનામું આપી દીધું હતું. 


આ પણ વાંચોઃ અંબાલાલે તારીખો સાથે કરી આગાહી, આંધી-તોફાનનું અનુમાન, આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ


વાવ વિધાનસભાનો પેટાચૂંટણી કાર્યક્રમ
નોમિનેશનની શરૂઆત: 18 ઓક્ટોબર
નોમિનેશનની છેલ્લી તારીખ: 25 ઓક્ટોબર
ઉમેદવારી પત્રોની ચકાસણીઃ 28 ઓક્ટોબર
નામાંકન પરત ખેંચવાની તારીખ: 30 ઓક્ટોબર
મતદાન તારીખ: 13 નવેમ્બર
મતગણતરી તારીખ: 23 નવેમ્બર


પેટાચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ
વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પણ વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો. રમેશભાઈ પટેલે કહ્યું કે, અમે વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડીશું. એટલે કે આ બેઠક પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. મહત્વનું છે કે પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં.