ઝી બ્યુરો/અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ અવાર-નવાર દારૂ પકડાતો રહે છે. બુટલેગરો દારૂની હેરફેર અથવા તો તેને સંતાડવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસની નજરોથી બચવું સહેલું નથી. હાલ અરવલ્લીમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂ સંતાડવાની તરકીબ પોલીસે ખુલ્લી પાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત


કહેવા માટે તો ગુજરાતમાં દારબંધી છે. પરંતુ તેનું અમલીકરણ કેવી રીતે થઇ રહ્યું છે તે તો સૌ કોઇ જાણે જ છે. રાજ્યમાં અવાર નવાર દારૂ પકડાય છે. પોલીસ દ્વારા બુટલેગરો સામે પાસા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દારૂનો ધંધો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે તથા તેને સંતાડવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પરંતુ બુટલેગરોની ચાલાકી પોલીસ સામે નથી ચાલતી. આ વાતનો વધુ એક વખત પરિચય કરાવે તેવી ઘટના આજરોજ બની હતી.


ગુજરાતીઓ આનંદો! મહિનાના વિરામ બાદ હવે મેઘો આવશે મૂડમાં! જાણો ક્યારે ક્યા પડશે ધોધમાર


ગુજરાતમાં દારૂ ઠાલવવા બુટલેગરો રઘવાયા બન્યા હોય તેમ પોતાની મોડસઓપરેન્ડી અપનાવતા હોય છે, ત્યારે અરવલ્લીમાં પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂની પેટીઓ ભરેલી ટ્રક ઝડપાઈ છે. બુટલેગરોનો નવા કિમિયા સાથે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ પણ આ વખતે નિષ્ફળ રહ્યો છે. શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે 8.71 લાખનો દારૂ ઝડપાયો છે. પેટ્રોલિયમ ટેન્કરમાથી 152 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 


હદ થાય છે હવે! બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: લાલચ આપી બાવળની ઝાડીઓમાં ખેંચી ગયો


નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં એક કરોડ ઉપરાંતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. બૂટલેગરોનો ફરી એકવાર તહેવારોમાં ગુજરાતમાં દારૂ ઠાલવવા પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે ઝડપાયેલ પેટ્રોલિયમ ટેન્કરમાં દારૂની પેટીઓ ભરેલી ટ્રક પાટણ જિલ્લામાં જતી હતી.


સનાતન પર મહાસંગ્રામ! ગુજરાત બાદ તમિલનાડુમાં ભડકો, CMના પુત્રએ મંચ પરથી 'ઝેર' ઓક્યું