મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બે દિવસ પહેલા એક વેપારી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 3 યુવકોએ સસ્તા ભાવે માલ કેમ વેચો છો તેમ કહી જીવલેણ હુમલો કર્યો હોવાની હકીકત ફરિયાદીએ જણાવી હતી. જોકે પોલીસે આ અંગે તપાસ કરતા હકીકત કઈક અલગ જ સામે આવી અને વેપારીને દેવું વધી જતા આત્મહત્યાનો પ્રયાસ ખુદે જ કરી હોવાની કેફિયત સામે આવી છે. જેને લઈ ઓઢવ પોલીસે હવે ફરિયાદી વેપારીની જ ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટોમાં દેખાતા અને હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા આ વેપારીનું નામ સુરેશ ભનશાલી છે. જે ઓઠવના વાસુદેવ એસ્ટેટમાં ભનસાલી સ્ટિલના નામે વેપાર કરે છે. પરંતુ બે દિવસ પહેલા તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાની ઓફિસ પાસે હાજર હતા તે સમયે 3 યુવકોએ આવી સસ્તા ભાવે માલ કેમ વેચો છો, તેમ કહી છરીના ઘા માર્યા હતા. જોકે પોલીસને ઈજાના નિશાન તપાસતા આ ફરિયાદ ખોટી હોવાનું લાગી રહ્યું હતું. જોકે તપાસ બાદ ફરિયાદીએ પોલીસને ખોટી માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.


RTO માં જો તમે કોઈ કામ કરાવવા જાઓ તો એજન્ટોથી સાવધાન, નહીં તો તમારા ડોક્યુમેન્ટ...


ઓઢવ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે આરોપી સુરેશભાઈને વ્યવસાયમાં દેવું વધી ગયું હતું અને તે દેવું ભરી શકે તેવી કોઈ શક્યતા પણ ન હતી. જેથી તેમણે જાતે જ છરી વડે હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચાડી આત્મહત્યાની કોશીશ કરી હતી. પરંતુ તેમનો દિકરો આવી જતા તે છરી સંતાડી હોસ્પિટલ દાખલ થઈ ગયા હતા.


અમદાવાદમાં ફરી દારૂની રેલમછેલ, જાણો કોણ ચલાવે છે આ નેટવર્ક


હત્યાના પ્રયાસની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે આરોપી સુધી પહોંચવા સખત તપાસ કરી હતી. જોકે ફરિયાદી જ ખોટું બોલતા હોવાનું સામે આવતા હવે ફરિયાદી વિરુધ્ધ જ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લેણદારો દ્વારા ફરિયાદીને કોઈ ધમકી મળી હતી કે કેમ અને આત્મહત્યા માટે કોઈ દબાણ કરી રહ્યું હતું કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube