સુરતમાં માતા-પિતા માટે ચેતવતો કિસ્સો : બે વર્ષ બાળક રમતમાં સિક્કો ગળી ગયો, એક ભૂલ પરિવારને ભારે પડી
child swalloed coin : સુરતના ઉધનામાં 2 વર્ષનો બાળક 5 રૂપિયાનો સિક્કો ગળી જતાં કર્યું ઓપરેશન....બાળકને શાંત કરવા માટે પિતાએ આપ્યો હતો સિક્કો.... સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને કાઢ્યો સિક્કો
Surat News ચેતન પટેલ/સુરત : સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારનો બે વર્ષનો બાળક રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થયું હતું. જ્યાં બાળકને લઈ તાત્કાલિક ધોરણે પરિવાર સુરત તમે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી સિક્કો બહાર કાઢ્યો હતો. જે બાદ પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ કિસ્સો માતા પિતા માટે લાલ બત્તી સમાન બનીને સામે આવ્યો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ પ્રભુનગર ખાતે રહેતા સદ્દામ હુસૈનનો બે વર્ષનો પુત્ર રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. આ કારણે પરિવારજનો દોડતા થઈ ગયા હતા. બાળક સિક્કો ગળી જવાની જાણ થતા પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક બાળકને લઈ પરિવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું.
જેલથી બહાર આવવા તથ્ય પટેલના નાટક શરૂ થયા, કહ્યું-છાતીમાં દુખે છે
સિવિલ હોસ્પિટલમાં જરૂરી એકસ-રે સહિતના રિપોર્ટ કાઢી તબીબો દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. એક્સ-રે રિપોર્ટમાં બાળકની શ્વાસ નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાયો હોવાનું બહાર આવ્યું હતું. બાળકની શ્વાસ નળીમાં સિક્કો ફસાયો હોવાના કારણે તેને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી ઓપરેશન કરવું પણ જરૂરી હતું.
જેથી સિક્કો કાઢવા માટે અંતે સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કલાકો સુધી ચાલેલા ઓપરેશન બાદ સફળતાપૂર્વક શ્વાસળીમાં ફસાયેલા રૂપિયા પાંચ ના સિક્કાને બહાર કાઢવામાં નવી સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા મળી હતી. જે બાદ પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સિક્કો બહાર કાઢી બાળકને નવજીવન આપતા પરિવારજનોએ પણ હૃદય પૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.
લગ્ન પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરી કરતી ગેંગ પકડાઈ, 3 રાજ્યોમાં મચાવ્યો હતો આતંક
પરંતુ સુરતમાં બનેલી આ ઘટના અન્ય માતા-પિતા માટે લાલબત્તી સમાન બનીને સામે આવ્યો છે. કારણકે આ ઘટનામાં બાળકના પિતા સદ્દામ હુસેન કામે જતા પહેલા રૂપિયા 5 નો સિક્કો આપી ગયા હતા. જે સિક્કો રમત રમતમાં બાળક ગળી જતા આ ઘટના સામે આવી હતી. જેથી આવા માતા પિતાએ પણ ચેતવાની જરૂર છે. પિતા નોકરીએ જતા સમયે બાળક રડતું હોવાથી તેને પાંચ રૂપિયાનો સિક્કો હાથમાં આપીને ગયા હતો. જેમાં રમત રમતમાં બાળક સિક્કો ગળી ગયો હતો. જો તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો.
દાદરા નગર હવેલીમાં એકહથ્થુ શાસન ધરાવતા ડેલકર પરિવારને ભાજપે આપી ટિકિટ