શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરના યુવાને ટચુકડા પતંગ અને ફિરકી બનાવી અને એક ઇંચમાં લખેલો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં લખેલો ભક્તામરગ્રંથ બંને સિદ્ધિઓનું લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 માર્ચથી આ રાશિવાળા માટે 'સુવર્ણ કાળ', શનિદેવનો ઉદય તમારો ભાગ્યોદય કરાવશે


ઉત્તરાયણને લઈને સૌ લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત છે ત્યારે હિંમતનગરના યુવાને આકાશમાં ઉડતા ઊંચા પતંગ નાના નાના દેખાતા હોવાને લઈને યુવાનને પ્રેરણા મળી અને તેને બનાવ્યા એક નહિ પરતું 30 નાના નાના પતંગ એ પણ 0.5 સેમી થી 1 સેમીના અલગ અલગ કલરના પતંગના કાગળ અને સળીનો ઉપયોગ કરીને ફેવિકોલ વડે બનાવી દીધા પતંગ જે પતંગ તમામ હથેળીમાં સમાઈ જાય તો નખ માં સમાય તેવા પતંગ પણ બનાવ્યા છે તો સાથે બે ફીરકી પણ બનાવી છે અને એમાય ફિરકીમાં તો દોરી પણ ભરી છે.


14મી કે 15મી જાન્યુઆરી...ક્યારે ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ ? જાણો શુભ સમય અને મહત્વ


આ એક પતંગ બનાવતા યુવાનને 15 મિનીટનો સમય લાગે છે તો આમ રંગબેરંગી પતંગો આખી હથેળીમાં સમાઈ જાય છે.જેને લઈને આ કલાગીરીની કદર થઇ અને ટચુકડા પતંગ અને નાની ફીરકીને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને બીજી તરફ જૈન યુવાને પોતાની નોકરીમાંથી સમય કાઢીને ઘરે બેસી અવનવું કરવાનું ઘેલું લાગેલું જેને લઈને જૈન ભક્તામર ગ્રંથ પણ બનાવ્યો છે, એ પણ એક ઇંચથી નાનો જેમાં 48 પેજ છે. એક પેજ પર ચાર લાઈનો લખી છે, એ પણ પેન્સિલનો ઉપયોગ કરી અને હા ખાસ સંસ્કૃત અને ગુજરાતી એમ બે ભાષામાં નરી આંખે લખીને ગ્રંથ બનાવ્યો છે.


કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થઈ ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક, ખાતેદારો સલવાયા


તો આ ગ્રાન્ટ કોઈને વાંચવો હોય તો લેન્સ લગાવી વાંચી શકે છે. પરતું યુવાને નરી આખે લખ્યો છે. એક કલાકમાં આ એક ગ્રંથ બનાવ્યો છે. એક ઇંચ જેને ઇન્ટરનેશનલ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આમ બે જગ્યાએ જૈન ભક્તામર ગ્રંથને સ્થળ મળ્યું છે. 


હિંમતનગર યુવાન દિવ્યેશ શાહ જેમના પરિવારમાં તેમની પત્ની કાજલ અને દીકરો વિશેષ છે તો આ પરિવારમાં યુવાને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરે છે, તો સાથે પત્ની પણ મદદ કરી છે. ત્યારે આ પરિવાના કામ કાજ બાદના સમયમાં દિવ્યેશ શાહ અવનવી ચીજ વસ્તુઓ બનાવે છે. ટચુકડા પતંગ અને નાની ફીરકી એમાં પણ દોરી ભરેલી તો સાથે જૈનના ભક્તામર ગ્રંથ એક ઇંચના એ પણ બે ભાષામાં સંસ્કૃત અને ગુજરાતીમાં બનાવ્યા છે.આ અવનવી ચીજવસ્તુઓ બનાવીને બે બુક્સમાં સ્થાન પામ્યા છે. તેને લઈને પરિવારજનો ગૌરવ અનુભવી રહ્યા છે અને બહુજ ખુશ છે. એક અનકહી ક્ષણ પણ પરિવારજનો એ ગણાવી છે. 


પરંપરા: મોતનો જશ્ન અને જન્મ પર માતમ બનાવે છે આ જાતિના લોકો, ડ્રમ ભરીને પીવે છે દારૂ


હિંમતનગર યુવાને ટચુકડા પતંગ, નાની ફીરકી અને ભક્તામર ગ્રંથને લંડન બુક ઓફ વર્લ્ડ રેકર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકર્ડમાં આ અનોખી ચીજવસ્તુઓને સ્થાન મળ્યું છે, ત્યારે અગામી દિવસમાં લિમ્કા રેકોર્ડ અને ગ્રીનીજ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેને લઈને પ્રયત્ત્ન હાથ ધર્યો છે.