અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપણી પરંપરાગત કળાને પુનર્જીવીત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવો માટે પ્રયાસરત SVPI એરપોર્ટ પર પેસેન્જર્સને પિથોરા પેઈન્ટીંગ અને પોટ મેકિંગ જેવી પરંપરાગત આર્ટ શીખવાની તક મળશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ ચાલી રહેલા સ્વાતંત્ર્ય પર્વના ભાગ રૂપે એરપોર્ટ પર વિશેષ સજાવટ સાથે મુસાફરોને લગતી અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SVPI એરપોર્ટના ટર્મિનલની અંદર મુસાફરો માટે ખાસ સેટ-અપ તૈયાર કરવામાં આવ્યુ છે. મુસાફરો ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં પિથોરા પેઇન્ટિંગ અને પોટ મેકિંગમાં હાથ અજમાવી શકે. આ પ્રવૃત્તિઓ ખાસ કરીને મુસાફરોના વેઈટીંગ સમયનો રચનાત્મક ઉપયોગ કરી શકે તે હેતુથી તૈયાર કરવામાં આવી છે. આવી પ્રવૃત્તિઓથી મુસાફરો આપણી પરંપરાગત કળાથી વાકેફ થાય છે એટલું જ નહી, તેમનામાં રહેલી સર્જનાત્મકતા લોકો સમક્ષ ઉજાગર થાય છે.


એરપોર્ટ પર 7 ઓગસ્ટથી શરૂ થયેલી રચનાત્મક પ્રવૃત્તિઓ 16 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. એક્ટિવિટી ઝોન ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યોરિટી હોલ્ડ એરિયાના પહેલા માળે સેટ કરવામાં આવ્યો છે. આર્ટ ફેર ઉપરાંત મુસાફરો ટર્મિનલ બિલ્ડીંગની અંદર અને બહાર આયોજીત અદભૂત સુશોભન, સ્થાપત્યો અને સેલ્ફી પોઈન્ટનો પણ આનંદ પણ મનભરીને માણી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube