શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : ૧૦ જેટલા પોલીસ મથકો સંપૂર્ણપણે ગ્રીન ઊર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે, તેમજ આગામી સમયમાં બાકી રહેલા પોલીસ મથકો પણ સંપૂર્ણ સૌર ઉર્જાથી સંચાલિત થશે. ત્યારે સૌરઊર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશા સૂચક છે. અત્રે નોંધનીય છે કે, આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં પણ સરકાર લાગુ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો


જોકે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર દ્વારા ગ્રીન ઉર્જા મામલે છેલ્લા કેટલાક સમયથી સહાય સહયોગ અને સબસિડી આપવાની સાથે સાથે છેવાડાના વ્યકતિને જાગૃત કરવાના સંનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. તેવામાં સાબરકાંઠા જિલ્લામાં હાલના તબક્કે ૫૦૦૦ થી વધારે લોકોએ સૌર ઊર્જા અપનાવી છે. આ ઉપરાંત હાલમાં ઉત્તર ગુજરાત વીજવિભાગ દ્વારા ૨૦ ટકા થી ૪૦ ટકા જેટલી સબસીડી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ૧ કિલો વોટથી ૩ કિલો વોટ સુધી ૪૦ ટકા તેમજ ૩ કિલો વોટથી ૧૦ કિલો વોટ સુધી ૨૦ ટકા સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સબસીડીને પગલે આગામી સમયમાં સૌરઊર્જા તેમજ ગ્રીન ઉર્જાનો ફેલાવો સમાજ છેવાડાના વ્યક્તિ માટે ખુબ મહત્વનો તેમજ સહાયરૂપ બની રહે તેમ છે. 


જામનગરમાં ખીજડા મંદિર ખાતે ત્રિદિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવનો આજથી પ્રારંભ


હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા પોલીસે કરેલા પ્રયાસની વીજ વિભાગના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે, સાથોસાથ આગામી સમયમાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસમાં જિલ્લા પોલીસનો યોગદાન પણ મહત્વનું સાબિત થાય તો નવાઇ નહીં. એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે સૌર ઊર્જા થકી વીજળી મેળવવાનો પ્રયાસ આર્થિક રીતે સહાયક બની શકે તેમ છે. તેમજ વીજળી મેળવવા માટે વાતાવરણ માટે પણ અનુકૂળ બની રહે છે. ત્યારે જોવું એ રહે છે કે સાબરકાંઠા જિલ્લા પોલીસનો પ્રયાસ આગામી સમયમાં કેટલો સફળ બની રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube