સુરત: નગર પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને ભગવદ્ ગીતાનું અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યું છે. અગામી દિવસોમાં રાજ્ય સરકાર ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરનાર છે. તૈયારીના ભાગરૂપે અત્યારથી જ કતારગામની નગર પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનું પુસ્તક આપી અભ્યાસ શરૂ કરી દેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સંત ડોંગેરજી નગર પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા ભગવત ગીતાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટના માધ્યમથી ભગવદ્ ગીતાનું પુસ્તક આપવામાં આવ્યું છે. શાળામાં પ્રાર્થના શરૂ થવા પહેલા દરોજ શિક્ષક દ્વારા બાળકોને ભગવદ્ ગીતાનું ગાન કરવામાં આવે છે.


સુરતની વૈશાલી પટેલનો 3 વર્ષની ઉંમરે એક હાથ નિષ્ક્રિય, છતાં આજે પેરુમાં વગાડ્યો ડંકો


ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યો છે અને આ સ્લોગનનો અનુવાદ પણ કરી બાળકોને સમજ આપવામાં આવી રહી છે. ભગવદગીતાના વાંચનથી બાળકોમાં પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત પણે આવતા થઈ ગયા છે. શિસ્તની સાથે સારા વિચારો બાળકોમાં આવી રહ્યા છે.


કરિયર શરૂ કરતાં પહેલાં 12 જ્યોતિર્લિંગનાં દર્શન કરશે આ યુવાન, લોકોને એવો સંદેશ આપ્યો


શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ ભગવત ગીતાનું અભ્યાસ કરીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને તે પોતાના જીવનમાં શાંતિ અનુભવી રહ્યા છે. તેમજ બાળકો શાળા સહિત પોતાના ઘરે પણ ભગવદ્ ગીતાનલનું વાંચન કરી  અભ્યાસ કરતા થયા છે, જયારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરનાર છે. જ્યારે અત્યારથી જ નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ભગવત ગીતાનો અભ્યાસ કરી ન્યાય મેળવી પોતાના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે.