દુનિયા આખી જોતી રહી જાય તેવા સમૂહ લગ્નનું પાટીદારો દ્વારા આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો
Patidar Samaj Mass Wedding : આવું તો પાટીદારો જ કરી શકે! પાટીદાર સમાજે દેશમાં સૌપ્રથમ સમૂહલગ્નમાં 61 નવયુગલનો 18.60 કરોડનો વીમો ઉતરાવ્યો, લાવવા-લઈ જવા માટે લક્ઝરીની પણ વ્યવસ્થા કરી
Patidar Power પ્રેમલ ત્રિવેદી/પાટણ : ગુજરાતમાં સુખી સંપન્ન સમાજ તરીકેની છાપ ધરાવતા પાટીદાર સમાજની વાત જ અનોખી છે. આ સમાજ હંમેશા કંઈક નવું કરી કરવામાં માને છે. ત્યારે પાટણના પાટીદાર સમાજ દ્વારા એવા ભવ્ય સમુહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં દુનિયા આખી જોતી રહી જાય. પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તથા મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આ સમૂહલગ્ન એકદમ શાહીઠાઠથી યોજાશે. જેના માટે 61 નવદંપતીનો 18.60 કરોડનો વીમો ઉતારાયો છે. તો દોઢ કરોડના ખર્ચે જર્મન ફાયર-વોટરપ્રૂફ ડોમ બનાવાયું છે. અહીં મહેમાનો માટે દેશી ચૂલા પર રસોઈ તૈયાર કરાશે.
સમૂહ લગ્ન ખોડલધામ સંકુલ સંડેર ખાતે આગામી તારીખ 17 નવેમ્બરના રોજ પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તથા મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. સમાજના પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવમાં 61 નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાશે. સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી સહીતના આગેવાનો હાજરી આપશે. તો અંદાજિત 25 હજારથી વધુ લોકો હાજરી આપશે.
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત
હાલ સમૂહ લગ્નની તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમૂહ લગ્ન અંગેની માહિતી આપવામાં આવી. સમૂહ લગ્ન માટે આયોજકો દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આયોજક હાર્દિક પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સમૂહ લગ્નમાં તમામ નવદંપતીઓને આયોજકો દ્વારા વીમા કવચથી એક વર્ષ સુધી સુરક્ષિત કરવામાં આવશે. તમામ 61 નવદંપતી માટે 18 કરોડ 60 લાખનો વીમો લેવામાં આવ્યો છે.
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય