AMC દ્વારા ટેક્ષ માફી મામલે અતિ મહત્વનો નિર્ણય, હવે આ લોકોનો પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ
કોરોનાના કારણે રાજય સરકારે સહાય આપવા અંગે નિર્ણય કર્યો હતો. પરંતુ આખરે AMC દ્વારા સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ જેઓએ ટેક્સ ભરી દીધો હશે, તેઓને આવતા વર્ષના બીલમાં ક્રેડિટ અપાશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરીજનો માટે કોરોના મહામારીમાં એક ખુશખબર મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્ષ માફી મામલે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ટેક્સ માફીનો નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે. શહેરની 5521 મિકલત ધારકોનો ચાલુ નાણાંકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય રેસ્ટોરન્ટ-હોટેલ, મલ્ટીપ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક અને જીમનેશયમનો રૂપિયા 50 કરોડનો ટેક્સ માફ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગાયો પ્લાસ્ટિક ખાઈને જીવે છે, અને આ આખલાઓ ગૌચરની જમીન ખાઈ જાય છે: પરેશ ધાનાણી
કોરોનાના કારણે રાજય સરકારે સહાય આપવા અંગે નિર્ણય કર્યો હતો. પરંતુ આખરે AMC દ્વારા સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ જેઓએ ટેક્સ ભરી દીધો હશે, તેઓને આવતા વર્ષના બીલમાં ક્રેડિટ અપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube