હિમાશું ભટ્ટ/મોરબી: રાજકોટ રોડે બાઇક ઉપર આગળ પેટ્રોલની ટાંકી ઉપર યુવતીને બેસાડીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા જેનો વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ હતો. જેથી પોલીસે બાઈકના નંબર આધારે જોખમી સ્ટંટ કરનારા શખ્સને પકડી પડેલ છે અને યુવતીની સામે પણ ગુનો નોંધવા માટેની તજવીજ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિટમેને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી, અફઘાનિસ્તાનને હરાવી ભારતની સતત બીજી જીત


ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં બાઇક ઉપર જીખમી સ્ટંટ કરવામાં આવે તેવા વીડિયો ઘણી વખત સામે આવતા હોય છે અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી પણ કરવામાં આવે છે. જો કે, આ પ્રવૃતિ બંધ થતી નથી તેમાં શંકાને કોઈ સ્થાન નથી તાજેતરમાં મોરબીમાં રાજકોટ હાઇ-વે ઉપર આવેલા વીરપર ગામે પાસે બાઇકમાં આગળના ભાગે પેટ્રોલની ટાંકી ઉપર યુવતીને બેસાડીને જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. 


વડોદરામાં ગરબાના સૌથી મોટા આયોજનમાં કેમ સર્જાયો વિવાદ? હિંદુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો


તેમજ અશ્લીલ ચેનચાળ પણ કરવામાં આવ્યા હતા. જે જોખમી સ્ટંટનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસે બાઈકના નંબર જીજે 36 એએચ 1428 ના આધારે સ્ટંટ કરનારા શખ્સ બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા રહે. નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.1 કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સાથે બાઈકમાં બેઠેલ તેની સ્ત્રી મિત્ર સામે પણ પોલીસ દ્વારા ગુનો નોંધીને તેને પકડવા માટેની તજવીજ હાથ ધરશે. તેવું ડીવાયએસપીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું. 


ફરી ભારત-પાક મેચ પર વિવાદ! જો મેચ રદ્દ નહી થાય તો પીચ ખોદી નાંખીશુ, આ નેતાએ આપી ધમકી