ચેતન પટેલ/સુરત: પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં માર માર્યાનો VIDEO સોસિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. પાંડેસરામાં હત્યાની ઘટનામાં સમાધાન કરવા મામલે બે શખસોએ મહિલા સહિત ચારને લોખંડની પાઈપ વડે માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે સામસામે પોલીસ ફરિયાદ થઇ હતી. જેમાં પોલીસે હુમલો કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યા ધામ કે મદિરાપાન ધામ! એક પછી એક વિદ્યાના ધામ કેમ બની રહ્યા છે 'ઉડતા ગુજરાત'?


સુરતના પાંડેસરા વિસ્તારના રવિનગરમાં સમાધાન બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલચાલી થતાં લોખંડના પાઇપ વડે ભોગ બનનાર પરિવારના વ્યક્તિઓએ સમાધાન કરવા આવેલી માતા-પુત્રી અને પિતાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.પાંડેસરા વિસ્તારમાં 5 વર્ષ પહેલા હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાબતે ભોગ બનનાર પરિવાર પાસે આરોપી પક્ષના લોકો વારંવાર સમાધાન કરવા માટે આવતા હતા. 


ભરૂચના હાંસોટમાં બે કાર ધડાકાભેર અથડાતાં પડીકું વળી ગઈ! એક જ પરિવારના 5 લોકોના મોત


વધુ એક વખત સમાધાન કરવા જતાં બંને પક્ષના પરિવારોની એકબીજા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો બિચકયો હતો. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવક ગુસ્સામાં હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે માતા, પુત્રી, પુત્ર અને પિતા પર હુમલો કર્યો હતો. વીડિયોમાં બે મહિલાઓને પાઇપના ફટકા મારવામાં આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. સમાધાનની બાબતે થયેલા ઝઘડા એ ઉગ્ર સ્વરુપ લઈ લીધું હતું. જાહેરમાં માર મારવાનું શરૂ કરી દેવાતા થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. સામા પક્ષે સમાધાન કરવાના ઈચ્છતા પરિવારને વારંવાર મહિલાઓ દ્વારા સમાધાન કરી લેવા માટે કહેવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. 


કોંગ્રેસ-આપ વચ્ચે ડખા? દિલ્હીમાં 'પંજા'ની અલગ રણનીતિ, રાહુલ-ખડગેની હાજરીમાં બેઠક


પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી હતી. વીડિયોમાં દેખાતા શખસ નંદન લાલજી મીશ્રા અને તેમનો ડ્રાઇવરે લોખંડની પાઇપ વડે શ્રવણ, બહેન અનિતા તથા માતા કમલાદેવીને ઇજા પહોંચાડી તથા પિતા બાબુલાલને ડાબા ખભાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા પહોચાડી હતી. આ કામના આરોપીઓ ગુનો કરી ત્યાંથી નાશી ગયા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે. પાંડેસરા પોલીસે બને આરોપીઓની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ન્યાય યાત્રાનો રેલો ગાંધીનગર પહોંચતા 'ભૂપેન્દ્ર દાદા'એ બાજી સંભાળી! આંદોલન સમેટાયું