ઝી બ્યુરો/છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં લંપટ આસારામના ફોટા સાથેનો ટેબ્લો સામેલ કરાતાં મોટો વિવાદ સર્જાયો છે. જી હા...છોટાઉદેપુરમાં ભગવાનની રથયાત્રામાં દુષ્કર્મી આસારામનો ટેબ્લો જોવા મળતાં જ ભગવાન જગન્નાથના ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, દુષ્કર્મી આસારામ કે જે તેનાં પાપોના કારણે રાજસ્થાનની જેલમાં સડી રહ્યો છે, તેનો લંપટ કુપુત્ર નારાયણ સાંઈ પણ દુષ્કર્મના કેસમાં જેલમાં સડી રહ્યો છે ત્યારે ગુજરાતના છોટાઉદેપુરમાં લંપટ આસારામના ગુણગાન ગવાઈ રહ્યા છે. 



જરા જુઓ... આ દ્રશ્યો... ભગવાન જગન્નાથની તસવીરો નીચે લગાવવામાં આવી છે અને દુષ્કર્મી લંપટ આસારામની મસ મોટી તસવીરને ગાડીની ઉપર લગાવવામાં આવી છે. છોટાઉદેપુરમાં નીકળેલી રથયાત્રામાં લંપટ આસારામના ટેબ્લોને કોણે મંજૂરી આપી તે પણ એક મોટો સવાલ છે. આટલી મોટી રથયાત્રામાં લંપટ અને દુષ્કર્મી આસારાના ગુણગાન ગાવા માટેની તૈયારી કરવામાં આવતી હતી ત્યારે તેના પર કોઈની નજર કેમ ના ગઈ? લંપટ આસારામને ભગવાન કરતા ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું છે. 


પવિત્ર રથયાત્રામાં અપવિત્ર લંપટ આસારામના ગુણગાન ગાનારા લોકોની બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ છે. આજથી ચાર મહિના પહેલાં પણ બે જિલ્લાઓની પ્રાથમિક શાળામાં માતૃ દિવસ નિમિત્તે માતાપિતાની પૂજાના બહાને લંપટ આસારામની આરતી ઉતારવામાં આવી હતી અને શિક્ષકો પણ તેમાં સહભાગી થયા હતા. હવે છોટાઉદેપુરમાં લંપટ આસારામના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે.