ચેતન પટેલ/સુરત: તમે સાસ-વહુને ઝગડતા જોયા જ હશે પરંતુ કોઈ દિવસ માર મારતા નહિ જોયું હોય. આવો જ એક બનાવ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ એક ઘરમાં સાસુ-વહુની વચ્ચે થયો હતો. જેમાં સાસુ-વહુની વચ્ચે ઝગડો થતા મારામારી થઈ હતી. બંને વચ્ચે થયેલ મારામારીની તમામ ઘટના વીડિયો સ્વરૂપે વાયરલ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો એક અજીબોગરીબ વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વહુ પોતાની સાસુને ઢોર માર મારી રહી છે. જે અનુસંધાને પતિએ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે હકીકત જણાવેલ છે. 10 દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પોલીસ કાર્યવાહીના નામે મીંડુ સાબિત થઈ છે. ત્રણ વર્ષ અગાઉ મહિલાએ સંપત્તિની લાલચે મહિલા પો. સ્ટે.માં ફરિયાદ પણ નોંધાવેલ છે. જેમાં ફરિયાદ પાછી લેવા સંપત્તિ પોતાના નામે કરવાની માંગણી કરી હતી. ત્યારે સસરાના નામે રહેલ લિંબાયતની સંપત્તિ વહુના નામે કરી દીધી હતી. ત્યારબાદ વહુએ સમાધાન કરવાનું ના પાડી હતી. 



ત્યારબાદ વહૂએ ગામડાની સંપત્તિ પણ માંગતા પતિએ આપવાની ના પાડી હતી. જેથી વહુએ ઉશ્કેરાઈ જઈ પોતાની સાસુને ઢોર માર માર્યો હતો. હાલ આ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે બનાવની હકીકત જાણવા મળી છે. છતાં પોલીસે આ અરજીના અનુસંધાને કોઈ નક્કર પગલાં લીધા નથી. ડીંડોલી પોલીસ દ્વારા વૃદ્ધોની સાંભળવામાં આવતી નથી તેવું ચર્ચાઓ ચાલી રહી છે. 


સાસ-વહુના વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઘરના હોલમાં વહુ સાસુને વાળ ખેંચીને ઢોર માર મારી રહી છે. તે દરમિયાન વહુ દ્વારા એવી રીતે માર મારવામાં આવ્યો કે સાસુ સામે પ્રતિકાર કરી શકતી નથી. ફરીથી બન્ને વચ્ચે ઝગડો કરવા લાગે છે.


મહત્વનું છે કે 3 વર્ષ પહેલાં દ્રશ્યોમાં મારપીટ કરતી વહુએ સંપત્તિની લાલચે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ પાછી લેવા સંપત્તિ પોતાના નામે કરવાની માગણી કરી હતી. તે સમયે સસરાના નામે રહેલ લિંબાયત વિસ્તારમાં રહેલી સંપત્તિ વહુના નામે કરી દીધી હતી. પરંતુ તેમ છતાં વહુએ સમાધાન કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના પછી પતિએ ગામડાની સંપત્તિ પણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પરિણામે વહુ ઉશ્કેરાઈ ગઈ હતી અને સાસુને ઢોરમાર માર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ઘરમાં સાસુ-વહુનો ઝઘડો થતો હોય છે. આપણી આસપાસ અથવા આપણા જ પરિવારમાં અમુક સમયે સાસુ વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય છે. આમ પણ સાસુ વહુના સંબંધમાં ઝઘડો થવો એ સામાન્ય વાત છે. પરંતુ આ નાની નાની ખેંચતાણ અથવા નાનો નાનો ઝઘડો ક્યારેક રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. જેને લઈને ઝઘડોનું પ્રમાણ વધી જાય છે.