હિમાંશું ભટ્ટ/મોરબી: રિલ્સ બનાવવા માટે થઈને ઘણી વખત બાળકો તેમજ યુવક-યુવતીઓ સહિતના લોકો પોતાના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે આવા જ વિડીયો સોશિયલ મીડિયામાં મોરબી જિલ્લામાં વાયરલ થયા છે. જેથી કરીને હાલમાં પોલીસ હરકતમાં આવી છે અને બાઈક તેમજ સ્કૂટરના જોખમી સ્ટંટ કરતાં બાળકો તેમજ યુવાનો દેખાઈ રહ્યા છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટિલે પટેલને ભરાવ્યા! ભરી સભામાં નીતિન કાકાએ જોડવા પડ્યા હાથ,વાયુવેગે VIDEO વાયરલ


વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ક્રેઝ બાળકો, યુવાનો અને યુવતીઓમાં જોવા મળતો હોય છે અને સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ ઉપર વ્યુઅર્સની સંખ્યા વધારવા માટે ઘણી વખત રીલ્સ બનાવતા સમયે યુવક યુવતીઓ પોતાના જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી તેવું જોવા મળતું હોય છે. 


સરકારનો તગડો દાવ! એક ઝાટકે ગુજરાતના મુખ્યસચિવનો ઘટાડી દીધો પાવર, આ હતી રણનીતિ


આવો જ ઘાટ મોરબી જિલ્લામાં પણ જોવા મળ્યો છે અને મોરબી જિલ્લામાં આવતા હળવદ અને માળિયા તાલુકા વિસ્તારના જુદા જુદા ચાર વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેમાં બુલેટ લઈને બાળક રસ્તા ઉપર છુટા હાથે જઈ રહ્યો હોય તે પ્રકારનો વિડીયો, બાઈકના આગળના ઊંચું કરીને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતના વિડીયો દેખાઈ છે અને આ વિડીયો અમદાવાદ કચ્છ હાઇવે ઉપર તથા હળવદ શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વ્યુઅર્સ વધારવા માટે મૂકવામાં આવેલ છે તેવું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.


અમદાવાદમાં આ જગ્યાએ બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ, કયા વિસ્તારોમાં અપાઈ મંજૂરી?


જોકે આ વિડીયો પોલીસના ધ્યાન ઉપર આવતાની સાથે જ જોખમી રીતે બાઈક અને સ્કૂટરના સ્ટંટ કરનારા બાળકો સહિતનાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે અને હળવદ તથા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઈકના સ્ટંટ કરનારાઓ સામે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને અધિકારી દ્વારા સૂચના આપવામાં આવ્યું જાણવા મળે છે. 


છેલ્લાં 4 દિવસમાં ચાંદીના ભાવમાં 3600 રૂપિયાનો ઘટાડો, સોનાની કિંમત પણ ઘટી